ઘરે બનાવો વેજ કોલ્હાપુરી
વેજ કોલ્હાપુરી બનાવવા માટેની સામગ્રી
- 5થી 6 ટામેટાં
- 5 થી 6 કેપ્સિકમ
- 5 થી 6 ડુંગળી
- 5 કપ બાફેલા શાકભાજી( ગાજર, ફણસી, વટાણા, ફ્લાવર)
- 1 ચમચી લસણની પેસ્ટ
- 3 ચમચી ડુંગળીની પેસ્ટ
- 2 ચમચી ટામેટાંની પેસ્ટ
- 1 ચમચી લાલ મરચું
- ½ અડધી ચમચી હળદર
- 1 ચમચી ગરમ મસાલો
- 1 ચમચી ધાણાજીરું
- 1 ચમચી કસૂરી મેથી
- 1 ચમચી કોથમીર
- 2 સૂકા લાલ મરચાં
- 100 ગ્રામ પનીર
- 3 ચમચી તેલ
- સ્વાદાનુસાર મીઠું
વેજ કોલ્હાપુરી બનાવવા માટેની રીતઃ
- સૌપ્રથમ ટામેટા, ડુંગળી અને કેપ્સિકમના મોટા ટુકડા કરી લો. બાફેલા શાકના પણ મોટા ટુકડાં કરવા.
- કઢાઇમાં તેલ મૂકી તેમાં સૂકા મરચાં સાંતળવા.
- ત્યારબાદ ડુંગળીની પેસ્ટ, લસણની પેસ્ટ નાંખી સાંતળવું.
- પેસ્ટ બ્રાઉન કલરની થાય ત્યારે અંદર ટામેટાંની પેસ્ટ નાંખવી.
- ત્યારબાદ તેમાં ડુંગળી, કેપ્સિકમના મોટા ટુકડા નાંખી સાંતળવા. તે ચઢી જાય પછી ટામેટાં નાંખવા.
- ટામેટાં ચઢે પછી લાલ મરચું, હળદર, ગરમ મસાલો અને ધાણાજીરું નાંખવું.
- મસાલો એકરસ થાય ત્યારબાદ તેમાં કસૂરી મેથી અને મીઠું નાંખવું.
- હવે બાફેલા શાકભાજી અને પનીર નાંખી થોડીવાર ચઢવો.
- વેજ કોલ્હાપુરી તૈયાર છે. કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.