છ જુલાઈ સુધી ૧૪ રાજ્યોમાં મૂશળધાર વરસાદની ચેતવણી

New Update
છ જુલાઈ સુધી ૧૪ રાજ્યોમાં મૂશળધાર વરસાદની ચેતવણી

ઉત્તર ભારતના રાજ્યો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના આસાર હવામાન વિભાગ દ્વારા ગોવા, કર્ણાટક, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને બિહાર સહીતના ૧૪ રાજ્યોમાં મૂશળધાર વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે ગોવા અને કોંકણ વિસ્તારમાં ૨૪ કલાકમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

જ્યારે આ સમયગાળામાં કર્ણાટકના તટવર્તી અને દક્ષિણના વિસ્તારો, ગુજરાત, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને પૂર્વોત્તરના તમામ રાજ્યોમાં કેટલાક સ્થાનો પર ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારોમાં આગામી છ જુલાઈ સુધી મોનસૂનની સક્રિયતાને કારણે મૂશળધાર વરસાદ ચાલુ રહેવાની સંભાવના રહેલી છે. ઉત્તર ભારતના રાજ્યો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના આસાર છે.

દિલ્હીના કેટલાક વિસ્તારોમાં મંગળવારે હળવા વરસાદને કારણે ગરમીમાંથી રાહત મળી હતી. હવામાન વિભાગે દિલ્હીમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.

Latest Stories