જમ્મુ કશમીર પુનર્ગઠન બિલ બહુમતીથી પસાર થતા રાજકોટ શહેર ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. શહેરના કિસાન પરા ચોક ખાતે આતશબાજી કરી, રાસ ગરબાના તાલે ઝુમી તેમજ પેંડા ખવડાવી મોં મિઠા કરી ઉજવણી કરવામા આવી હતી. આ તકે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી પણ હાજર રહ્યા હતા.