/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/01/chandan.jpg)
જામનગરની આર્યુવેદીક યુનિવર્સિટી માંથી ચંદનનું ઝાડ કાપી અતિ કિંમતી ચંદનના લાકડાની ચોરી થવાનો કિસ્સો બહાર આવ્યો છે.
જામનગર ની વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીમાં સફેદ ચંદન ના વૃક્ષ ની ચોરી કરવા માં આવતા ચકચાર મચી જવા પામી છે, ગુજરાત યુનિવર્સિટીના ચરક ગાર્ડન માં કુલ સફેદ ચંદન ના અતિ કિંમતી ૧૫ વૃક્ષો છે જેમાં થી બે ઝાડ કપાઈ ગયેલી હાલતમાં મળી આવ્યા હતા.
૨૪ કલાલ સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં થઈ વૃક્ષ ની કપાઈ જતા આર્યુવેદ યુનિવર્સિટી ની કોઈ અંદરની વ્યક્તિ આ ચોરીમાં સંડોવાયેલી હોઈ તેવી શંકા ઉપજે છે. જ્યારે વૃક્ષ પણ કુહાડી થી નહીં પણ કટર મશીન થી કપાયાની આશંકા છે. હાલ આ બનાવ અંગે ગુજરાત આર્યવેદ યુનિવર્સિટીના સંચાલકો દ્વારા પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ બાદ બહાર આવશે કે અતિ કિંમતી એવા ચંદનના લાકડા ચોરી જવા પાછળ શું હેતુ હતો.