જામનગરઃ અનરાધાર વરસાદથી ચારેકોર પાણી જ પાણી, લોકો ઘરમાં પુરાયા

New Update
જામનગરઃ અનરાધાર વરસાદથી ચારેકોર પાણી જ પાણી, લોકો ઘરમાં પુરાયા

છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગામડાઓમાં વરસાદી માહોલ શરુ થતા મગફળી જેવા પાકોને ફાયદો

જામનગરનાં ગામડાઓમાં વરસાદ શરૂ થયો છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન કાલાવડ તાલુકાનાં નવાગામમાં અનરાધાર ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. જેના પગલે ચારેકોર પાણી પાણી થઇ ગયું છે. તેમજ કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં પણ અનરાધાર સવા બે ઇંચ વરસાદ પડ્યો છે.

જામનગર તાલુકાનાં સમાણામાં અડધો ઇંચ, શેઠવડાળામાં પાંચ એમએમ, અને ધ્રોલના લૈયારા માં ૩ એમએમ, પીથળ અને હડીયાણા માં ૨ ઇંચ વરસાદ પડ્યો છે. ગયા વર્ષ કરતા અત્યાર સુધીમાં માત્ર ૧૦ ટકા જેટલો વરસાદ થયો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગામડાઓમાં વરસાદી માહોલ શરુ થતા મગફળી જેવા પાકોને ફાયદો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ગ્રામ્ય વિસ્તારમાં નિકાવા ૧૦ મીમી, લતીપુર ૩ મીમી, ખરેડી ૩૦, ભલસાણ - બેરાજા ૧૫, નવાગામ ૨૫, સમાણા ૪૦, શેઠવડાળા ૪૩, જામવાડી માં ૫૩, વાંસજાળીયા ૩૯, અને ધનુડા માં ૧૨ મીમી વરસાદ પડ્યો છે.

Latest Stories