જામનગરઃ મહિલા કોંગ્રેસે સરકારની મહિલા વિરોધી નીતિનો નોંધાવ્યો વિરોધ

New Update
જામનગરઃ  મહિલા કોંગ્રેસે સરકારની મહિલા વિરોધી નીતિનો નોંધાવ્યો વિરોધ

લાલબંગલા સર્કલ ખાતે મહિલાઓએ થાળી વગાડીને વિરોધ વ્યક્ત કર્યો હતો

જામનગર મહિલા કોંગ્રેસ દ્વારા શહેરનાં લાલબંગલા સર્કલ ખાતે થાળીઓ વગાડીને સરકારની મહિલા વિરોધી નીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. મહિલા કોંગ્રેસનો આક્ષેપ છે કે, અમદાવાદમાં નિર્ભયાકાંડ થયું છતાં સરકાર શાંત બેઠી છે.

રાજ્યમાં ત્રણ વર્ષની દીકરીથી લઇ અને 65 વર્ષ સુધીની વૃદ્ધાઓ પર દિવસે અને દિવસે અત્યાચારો વધી રહ્યા છે. ત્યારે સરકાર કડક કાયદો અમલમાં લાવે અને પીડિતાઓ જે આપઘાત કરી રહી છે. તેમને આપઘાત ન કરવો પડે તે માટે તેમને ન્યાય મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

મહિલા કોંગ્રેસે ત્યાં સુધી આક્ષેપ કર્યો હતો કે મહિલા સુરક્ષાની વાતો કરનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સત્તામાં છે. ત્યારે તેમણે ખાસ કરી અને ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત રહે તે માટે થઈ અને રસ દાખવવો જોઇએ. જામનગરની મહિલા કોંગ્રેસની બહેનોએ જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવી રજુવાત કરી હતી. જેમાં મહિલા કોંગ્રેસના હોદેદારો, કોંગ્રેસ ના મહિલા કોર્પોરેટર જોડાયા હતા.

Latest Stories