આ ટૂર્નામેન્ટનાં વિજેતા ખેલાડીઓને રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે
જામનગરમાં લાંબા સમય બાદ ડિસ્ટ્રીકટ બેડમિન્ટન એસોસીએશન દ્વારા રાજ્યકક્ષાની બેડમિન્ટન ટુર્નામેન્ટનો સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આશરે ૩૦૦ જેટલા વિવિધ જીલ્લાના ખેલાડીઓ અલગ અલગ પાંચ ઇવેન્ટમાં ભાગ લઇ રહ્યા છે. આ ટૂર્નામેન્ટનાં વિજેતા ખેલાડીઓને રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે.
જામનગર ખાતે યોજાઈ રહેલી ટુર્નામેન્ટમાં અલગ અલગ પાંચ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેન્સ સિંગલ્સ, વુમન સિંગલ, મેન્સ ડબલ, વુમેન્સ ડબલ અને મિક્સ ડબલનો સમાવેશ થાય છે. સમગ્ર ટુર્નામેન્ટમાંથી રાજ્યની ટીમ માટે નેશનલ સિલેકશન કરવામાં આવશે. પસંદગી પામનાર ખેલાડી નેશનલ લેવલે રમવા જશે. જામનગરમાં આ પ્રકારની ટુર્નામેન્ટ યોજાઈ છે. ત્યારે બેડમિન્ટનનાં રસિકોમાં ઉત્સાહની લાગણી જોવા મળી છે.
ખેલાડીઓની રમત જોવા માટે મોટી સંખ્યામાં લોકોને આવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જામનગર ઉપરાંત રાજકોટ, વડોદરા, સુરત, જુનાગઢ, અમદાવાદ, પોરબંદર, અમરેલી સહીત ના જિલ્લામાંથી પણ આ પાંચેય વિભાગ માં બેડમિન્ટન રમવા માટે ખેલાડીઓ આવીપહોંચ્યા છે.