જેતપુર: પાકવીમાની રકમ ન મળતા ખેડૂતોની ICICI બેંકને તાળાબંધી

New Update
જેતપુર: પાકવીમાની રકમ ન મળતા ખેડૂતોની ICICI બેંકને તાળાબંધી

ખેડૂતોને બેંક દ્વારા આજ-કાલનાં વાયદા કરવામાં આવતા હતા

રાજકોટનાં જેતપુર તાલુકામાં આવેલા મંડલીકપુર ગામના ખેડૂતો દ્વારા ICICI બેંકને તાળાબંધી કરવામાં આવી હતી. ખેડૂતોએ ICICI બેંકમાંથી વર્ષ 2016-17નો પાકવીમો લીધો હતો. જે પાકી ગયો હોવા છતાં બેંક દ્વારા આજદિન સુધી ચુકવવમાં આવ્યો નથી.

બેન્ક દ્વારા ખેડૂતોને માત્ર આજકાલનો વાયદો કરવામાં આવયો હતો. પરંતુ તેમને નાણા નહીં મળતાં રોષે ભરાયેલા ખેડૂતોએ બેંકની તાળાબંધી કરી હતી. છેલ્લા 1 દોઢ વર્ષથી પાકવીમાની આજીજી ખેડૂતો કરતા હતા. ખેડૂતોને બેંકે વીમાની 50 ટકા રકમ આપી હતી અને 50 ટકા રકમ ચુકવવાની બાકી હતી.

Latest Stories