/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/ankleshwar.jpg)
પોલીસે બે આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે લીધો
ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે થયેલ શ્વર રેસીડન્સી સોસાયટીમાં થયેલ ચોરીનો ભેદ ભરૂચ એલસીબી પોલીસે ઉકેલી કાઢયો છે. પોલીસે બંન્ને આરોપી પાસેથી બે ટીવી, ચાંદીના ચાર વીટી અને રિકશા મળી કુલે 73200નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રેલીગમાં હતી દરમિયાન હતી એલસીબીના અધિકારીઓ પેટ્રોલીંહમાં હતા ત્યારે બાતમીના આધારે દિપકભાઈ ઉર્ફે દિપે વારીશભાઈ વસાવા રહે. નવાબોરભાઠા, તક્ષશિલા સ્કુલની પાછળ કબુતર ખાના અંકલેશ્વર અને નરેશભાઈ ભરતભાઈ બચુ પલાસ રહે. હાલ સિલ્વર પ્લાઝા શોપીગ સેન્ટરની બાજુમાં ઝુપડપટ્ટીમાં પ્રતિન ત્રણ રસ્તા પાસે અંકલેશ્વરને મોટી ખરચ પલાસ ફળીયાને ઓટો રિકશા સાથે રોકી તેના કબ્જામાં સેમસંગ કંપનીને બે ટીવી, ચાંદીના ચાર વીંટી મળી આવી હતી. મુદ્દામાલ અંગે સંતોષકારક જવાબ ન આપ્યો ન હતો. મુદ્દામાલ ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામની શ્વર રેસીડન્સીના મકાનમાંથી ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી.
પોલીસે સેમસંગ કંપનીના ટીવી-ર નંગ, ચાંદીની વીંટી 4 તથા ઓટો રિકશા મળી કુલે 73200ના મુદ્દામાલ સાથે બે ઈસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.