ઝઘડિયાઃ ઈનોવા કારમાં ભરીને લવાતો હતો 1.41 લાખનો વિદેશી દારૂ

New Update
ઝઘડિયાઃ ઈનોવા કારમાં ભરીને લવાતો હતો 1.41 લાખનો વિદેશી દારૂ

પોલીસે દારૂ અને કાર મળી કૂલ રૂપિયા 5.42 લાખનો મુદ્દામાલ કબજે લઈ નાસી છૂટેલા શખ્સોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી

નેત્રંગ તાલુકાનાં ઝોકલા ગામે રહેતો શખ્સ દારૂનું કટિંગ કરતો હતો. જેને ગતરોજ ઝઘડિયા પોલીસે રસ્તામાંથી જ ઝડપી પાડ્યો હતો. ઈનોવા કારમાં ભરેલો વિદેશી દારૂનો જથ્થો તથા કામ મળી પોલીસે કુલ રૂપિયા 5.42 લાખનાં મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે અંધારાનો લાભ ળઈ પોલીસને ચકમો આપીને નાસી છુટેલો બુટલેગર તથા ઈનોવાનો ડ્રાયવરની શોધખોળ હાથ ધરી હતી. publive-imageનેત્રંગ તાલુકાનાં ઝોકલા ગામે રહેતો રાકેશ વસાવા જે વિદેશી દારૂનું કટિંગ કરતો હતો. જેની બાતમી ઝઘડિયા પોલીસને મળતાં ઝોકલા જવાના ત્રણ રસ્તા ખાતે વોચ ગોઠવી હતી. દરમિયાન ઈનોવા કાર નંબર - જીજે - 01, કેએફ- 2811નો ચાલક આવી પહોંચ્યો હતો. જોકે પોલીસને જોઈને કારનો ચાલક અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની પેટી 42 જેમાં રહેલી બોટલ નંગ 2016ની કિંમત રૂપ્યા 1,34,400 તથા ત્રણ પેટી બિયરની જેમાંથી 72 નંગ બિયરની કિંમત રૂપિયા 7200 મળી કુલ રૂપિયા 1,41,600નો વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો.

પોલીસે કારની તલાસી લેતાં તેમાંથી એક મોબાઈલ પણ મળી આવ્યો હતો. તો કારની કિંમત રૂપિયા 4 લાખ ગણી તેને પણ કબજે લીધી હતી. પોલીસે ઘટના સ્થળેથી કુલ રૂપિયા 5,42,600નો મુદ્દામાલ કબજે લઈ નાસી છૂટેલા કારનાં ડ્રાયવર તથા દારૂનું કટિંગ કરાવતા રાકેશ વસાવાની શોધખોળ હાથ ધરી છે.

Latest Stories