ઝઘડીયાના તલોદરામાં મહિલાની કુહાડીના ઘા મારી હત્યા

New Update
સુરતઃ પત્ની સાથે યુવકને હતા અનૈતિક સંબંધો, પતિએ કરી યુવાનની હત્યા

મહિલાના ઘરે કામ કરતા શ્રમજીવિએ જ કરી હત્યા

ઝઘડીયા તાલુકાના તલોદરા ગામે એક મહીલાને તેના ઘરે જ કામ કરતા શ્રમજીવીએ કૂહાડી મારી હત્યા કરાયાની ઘટના સામે આવી છે.

ઘટનાની પ્રાપ્ત પોલીસ માહિતી અનુસાર ઝઘડીયા તાલુકાના તલોદરા ગામે બેહચર ફળીયામાં પરિવાર સાથે રહેતા કાન્તાબેન નગીનભાઇ વસાવા(ઉ.વર્ષ.આ.૪૮)ના ઘરે તા. ૯મીના રોજ તલોદરા ગામે જ ઉગમણા ફળીયામાં રહેતા રમેશ ઉર્ફે રામશો સાન્તુબાવા વસાવા લાક્ડા ફાડવાના કામ અર્થે આવ્યો હતો.

રમેશ બાવા એ બપોરના ૩ કલાક સુધી કાન્તાબેન વસાવાને ત્યાં કામ કર્યા બાદ તે પોતાના ઘરે જતો રહ્યો હતો. બાદમાં કાન્તાબેન સાંજે ૪ કલાકની આસપાસ પોતાના ખેતરમાં વાવેલ તુવેરમાં નીંદવા ગયા હતા. દરમિયાન કોઇ કારણોસર રમેશ બાવાએ કાનતાબેનના ગળા, બોચીના ભાગે એકાએક ધસી આવી કુહાડીના ઘા ઝિંકી દેતા કાન્તાબેન ખેતરમાં જ લોહીલુહાણ થઈ ઢળી પડ્યા હતા અને તેમનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. કુહાડી ઝિંકી રમેશ ખેતરેથી ભાગી છુટો હતો.

ઘટનાની જાણ વાયુવેગે થતા ગામના સરપંચ સહિતના લોકો ગામની સીમના ખેતર તરફ દોડ્યા હતા અને તેમને લોહીથી લથપથ કાન્તાબેનની લાસ જોઇ ઘટનાની જાણ ઝઘડીયા પોલીસને કરી હતી. બનાવની જાણ થતાં જ ઝઘડીયા પી.આઇ. મીની જોસેફ તેમની ટીમ સાથે તલોદરા સીમમાં દોડી ગયા હતા. પોલીસે મૃતક કાન્તાબેનની લાસને પેનલ પી.એમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખસેડી હત્યા કરી ફરાર રમેશ બાવાની શોધ આરંભી હતી.

Latest Stories