દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લાના લાભાર્થીઓને સાધનસહાય અને ચેક વિતરણ કાર્યક્રમ આહવા ખાતે યોજાયો

New Update
દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લાના લાભાર્થીઓને સાધનસહાય અને ચેક વિતરણ કાર્યક્રમ આહવા ખાતે યોજાયો

આદિવાસી વિસ્તારોને પણ શહેરો જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજય સરકાર અથાગ પ્રયત્નશીલ : પ્રભારી મંત્રી રમણલાલ પાટકર

૮૭ લાભાર્થીઓને રૂ. ૩ કરોડ ૫૬ લાખના સાધન સહાય તથા ચેક વિતરણ કરતા વન અને આદિજાતિ રાજયમંત્રીશ્રી રમણલાલ પાટકર

ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર(GTDC) તેમજ પ્રાયોજના વહિવટદારની કચેરી,ડાંગ આહવા દ્વારા ડાંગ દરબાર હોલ આહવા ખાતે સ્વરોજગારી ધિરાણ યોજના અંતર્ગત સાધનસહાય તથા ચેક વિતરણ કાર્યક્રમ વન અને આદિજાતિ રાજયમંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લા ડાંગ, તાપી, નર્મદા, નવસારી, વલસાડ, ભરૂચ અને સુરતના કુલ ૮૭ લાભાર્થીઓને રૂ. ૩કરોડ ૫૬ લાખના સાધન સહાય તથા ચેક વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પ્રભારીમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારોને પણ શહેરો જેવી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજયસરકાર અથાગ પ્રયત્ન કરી રહી છે. ગુજરાતના ૧૪ આદિવાસી જિલ્લાઓના વિકાસ માટે બજેટમાં માતબર રકમની જોગવાઇ કરવામાં આવે છે. મંત્રીએ ઉર્મેયુ હતું કે, રાજય સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસની ચિંતા કરે છે. છેવાડાનો માનવી વિકાસયાત્રામાં જોડાઇ એ રાજય સરકારની નેમ રહી છે. આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજનાને અમલી બનાવીને ઉમરગામથી અંબાજીના આદિવાસી વિસ્તારોમાં માળખાકીય સવતલો સહિત શૈક્ષણિક વ્યાવસ્થાયઓ ઊભી કરી છે. આદિવાસી સમાજ વિકાસથી વંચિત ન રહે તેની દરકાર આ સરકારે કરી છે.

જિલ્લા કલેકટર બી.કે.કુમારે કહ્યું હતું કે, આદિજાતિના વિકાસ તેમજ આર્થિક ઉત્થાન માટે ૧૯૭૨થી રાજય સરકારે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનને કાર્યાન્વિત કર્યુ છે. સરકાર દ્વારા આદિજાતિના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે.

ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનના કાર્યકારી એમ.ડી. ડો.સુમન રત્નમ દર્શીએ શાબ્દિક સ્વાગત કર્યુ હતું અને આભારવિધિ પ્રાયોજના વહિવટદાર એસ.બી.ચૌધરીએ કરી હતી.

આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી, તાલુકા પંચાયતના પ્રમુખ નરેશભાઇ ગવળી, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા, નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, ત્રિવેદી અગ્રણી બાબુભાઇ ચૌર્યા, વિજયભાઇ પટેલ, મહેશ ભટ્ટ સહિતના પદાધિકારીઓ/અધિકારીઓ, લાભાર્થીઓ તેમજ મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિાત રહ્યા હતા.

Latest Stories