/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/Girl-Dead-Body-Found_1512629336101.jpg)
વિજય વસાવાની હત્યા કે આત્મહત્યાનું ઘૂંટાતું રહસ્ય
દહેજ પંથકના ભેરસમ ગામે એક કૂવામાં દૂબેલ લાસ દેખાતા ગ્રામજનોમાં અનેક ત્ર્કવિતર્ક સર્જાયા હતા. જો કે ઘટનાનીજાણ પોલીસને કરાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ફાયર વિભાગના લાસ્કરોને બોલાવી લાસને કૂવામાંથી બહાર કાઢી વધુ તપાસ આરંભી છે.
ભેરસમ ગામમાં આવેલ કુવામાંથી તા.૨૨મીના રોજ રાત્રી દરિમયાન કોઈ અજાણી વ્યક્તિની ડૂબેલી હાલતમાં લાસ પડેલી હોવાની જાણ ગામ લોકોએ પોલીસને કરી હતી.જે સંદર્ભે દહેજ પોલીસે ભરૂચ ફાયરને જાણ કરતા,ફાયર ફાઇટરોએ ઘટના સ્થળ પર આવી કૂવામાં ડૂબેલીહાલતમાં રહેલ મૃતદહેને બહાર કાઢયો હતો.આ મૃતદેહને કોનો છેની તપાસ હાથ ધરતા મરણ જનારભેરસમનો જ રહેવાસી ૨૩ વર્ષીય વિજય રમેશ વસાવા હોવાનું અને તે ગુમ થયાની ફરીયાદ પણ નોંધાયાનું બહાર આવ્યું હતું.પોલીસે મરનાર યુવાનનું મોત કયા કારણોસર થયું છે તેની તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. હાલ તો આ મૃતદેહને તેના મોતનું ચોકકસ કારણ જાણવા પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો છે.
ઘટનાને પગલે ગામના કૂવે ગામ લોકોના ટોળા ધસી આવ્યા હતા. તેમજ મરનાર વિજય વસાવાને કોઇએ કૂવામાં નાંખ્યો હશે કે જાતે જ કૂવામાં કુદી મોતને વ્હાલુ કર્યુ હશે વિગેરે વાતોએ અનેક તર્ક વિતર્ક સર્જાવા પામ્યા હતા. હાલમાં તો તેની હત્યા કે આત્મહત્યા એ રહશ્ય અકબંધ છે. જે આગળ પોલીસ તપાસમાં બહાર આવે તેવી સંભાવનાઓ છે.