Connect Gujarat
દેશ

દિપાવલીમાં ક્યા ચોઘડીયામાં કરશો ચોપડા પુજન

દિપાવલીમાં ક્યા ચોઘડીયામાં કરશો ચોપડા પુજન
X

આસો વદ અમાસ એટલે ભારતમાં વસતા તમામ લોકો માટે ઉત્સાહનો પર્વ ગણાય છે. ઉદ્યોગપતિ તેમજ ધંધાર્થીઓ માટે વર્ષનાં હિસાબનો છેલ્લો દિવસ કહેવાય છે. આ દિવસે વેપારીઓ લેવડ દેવડનો હિસાબ ચોખ્ખો કરી નવા ચોપડા બદલતા હોય છે એટલે ચોપડા પુજન કરે છે.

દિવાળીનાં પાવન પર્વે કઈ રીતે ચોપડા પુજન કરવુ તે અંગે શાસ્ત્રી અસિતભાઈ જાનીએ કનેકટ ગુજરાત સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે આ દિવસને સ્પર્શતી અન્ય પૌરાણીક કથા છે. જેનાથી આ દિવસનું મહત્વ વધુ સારી રીતે સમજાશે. આસો વદ અમાસનાં દિવસે નરકાસુરનાં વધથી ઉત્સાહિત લોકોએ ઉજવણી કરેલ. અમાસની કાજલ ઘેરી રાત્રીને દિપ માળાઓથી અજવાળી કરી. આમ, દિપાવલી પર્વ મનાવાયો હતો. આજ દિવસે ભગવાન રામચંદ્રજી મહારાજ ભગવતી સીતા સાથે અયોધ્યામાં પ્રવેશી રાજગાદી સંભાળી હતી. તેમજ લોકોએ આ પ્રસંગે દિપોત્સવની ઉજવણી કરી હતી. તેમજ સારી વાનગી બનાવી આરોગી હતી. દેવતાઓએ અંતરીક્ષ માંથી પુણ્યોની વર્ષા કરી હતી. આજ દિવસે વેપારીઓ આખા વર્ષનો હિસાહ ચોખ્ખો કરી નવા ચોપડાનું પુજન કરતા હોય છે. તો સાથો સાથ લક્ષ્મી અને કુબેરનું પણ પુજન કરતા હોય છે. આમ, કરવાથી આખુ વર્ષ વેપારમાં લક્ષ્મીનો વાસ રહે છે અને ધનની વૃધ્ધિ પણ થાય છે. નીચે આપેલ મંત્ર વડે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે.

ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नम:

આ પ્રમાણે મા લક્ષ્મીનાં મંત્રનો જાપ કરવાથી લક્ષ્મી સહિત નારાયણ ગુરૂ તથા વ્યવસાયમાં સદાય માટે બિરાજમાન રહે છે. શારદા પુજન એટલે કે ચોપડા પુજન કરી અને પાંચવાર નવા વર્ષનો ચોપડો મસ્તક સુધી સ્પર્શ કરવો. આસો વદ અમાસનાં ગુરૂવારે તારીખ 19-10-2017ના રોજ ચોપડા પુજન શારદા પુજન કુબેર પુજન લક્ષ્મી પુજનના શ્રેષ્ઠ મુર્હૂતો આ પ્રમાણે છે.

દિવસનાં ચોઘડીયા :-

શુભ - 6.46 થી 8.12

ચલ - 11.05 થી 12.32

લાભ - 12.32 થી 13.58

અમૃત - 13.58 થી 16.24

શુભ - 16.51 થી 18.17

રાત્રીના ચોઘડીયા :-

અમૃત 18.17 થી 19.51

ચલ - 19.51 થી 21.25

લાભ - 00.23 થી 02.05

શુભ - 03.39 થી 05.19

અમૃત - 05.17 થી 06.46

Next Story