દીલ્હી : જેએનયુમાં હોસ્ટેલની ફી વધારાનો મામલો, વિદ્યાર્થીઓનું ઉગ્ર બન્યું આંદોલન

New Update
દીલ્હી : જેએનયુમાં હોસ્ટેલની ફી વધારાનો મામલો, વિદ્યાર્થીઓનું ઉગ્ર બન્યું આંદોલન

દીલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સીટીમાં હોસ્ટેલની ફી વધારાના મામલો ઉગ્ર બની રહયો છે. સોમવારના રોજ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યાં હતાં અને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. વિદ્યાર્થીઓના આંદોલનના પગલે દીલ્હીમાં ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી હતી. પોલીસે વિદ્યાર્થી સંઘના પ્રમુખ સહિત 100થી વધારે વિદ્યાર્થી નેતાઓને ડીટેઇન કરી લેતાં વિદ્યાર્થીઓ વિફર્યા હતાં.

પરિસ્થિતિને વણસતી જોઇ પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. લાઠીચાર્જમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયાં છે. વિદ્યાર્થીઓ હોસ્ટેલની ફીમાં કરાયેલા વધારાને રદ કરવાની માંગ કરી રહયાં છે. વિદ્યાર્થીઓએ આ મામલે એચઆરડી મંત્રાલયના અધિકારીઓ સાથે વાતચીત કરવાની પણ તૈયારી બતાવી છે.