નવસારી બન્યું જળબંબાકાર: કરાયા ૨૮ ગામો એલર્ટ

New Update
નવસારી બન્યું જળબંબાકાર: કરાયા ૨૮ ગામો એલર્ટ

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પોંકડા ગામેં આવેલ કોઝ-વે નો અડધો ભાગ તૂટી પડ્યો

અંબિકા નદીનો બ્રિજ પણ પાણીમાં ડૂબી જતા કેટલાક ગામોના સંપર્કો તૂટ્યા

અવિરત અને સતત વરસી રહેલા વરસાદે અંબિકા અને કાવેરી નદીને બેફામ રીતે વહેતી કરી દીધી છે જેના કારણે ગણદેવી તાલુકાના ૨૮ જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે જ ગણદેવીની વેંગણિયા નદીનો બ્રિજ અને ધમડાછાનો અંબિકા નદીનો બ્રિજ પણ પાણીમાં ડૂબી જતા કેટલાક ગામોના સંપર્કો તૂટ્યા છે.

જેમાં રાજ્યધોરી માર્ગોને પણ પાણી ડૂબવાની અસર નડી છે. ભારે વરસાદને લઈને વાંસદા તાલુકામાં આવેલા જૂજ અને કેલીયા ડેમ ગણતરીના કલાકોમાં ઓવરફ્લો થઇ શકે છે જેને લઈને જિલ્લાના ૩૬ ગામોમાં પાણી ફરી વળશે.

ગણદેવી ૨૮ ગમાઓમાં પાણી ભરાવવાની શક્યતાઓને લઈને તંત્ર સાબદુંથી ગયું છે બીલીમોરા શહેરના ડેસરા ગામમાં કમર જેટલા પાણી આવી જતા વાહન વ્યવહાર ખોરવાય ગયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાથી ઘરવખરીઓ પાણી માં ડૂબતા નુકશાની વેઠવું પડી રહ્યું છે. જૂજ ડેમના પાણીને લઈને ગણદેવી તાલુકાના ૫ ગામો ચીખલીના ૧૦ અને વાંસદાના ૧૧ ગામો હાઇએલર્ટ પર છે.

દક્ષિણ ગુજરાતના નવસારીની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પોંકડા ગામેં આવેલ કોઝ-વે નો અડધો ભાગ તૂટી પડ્યો છે. ભારે વરસાદને કારણે કોઝ – વેનો અડધો ભાગ ધરાશાયી થયો છે. પરિણામે પોંકડા – બામણવેલ ગામનો માર્ગ વ્યવહાર ખોરવાયો છે. ચીખલી મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો છે.

Latest Stories