નવસારીઃ બે આખલા જાહેર માર્ગ ઉપર થયા સામ-સામે, લોકોના જીવ થયા અધ્ધર

New Update
નવસારીઃ બે આખલા જાહેર માર્ગ ઉપર થયા સામ-સામે, લોકોના જીવ થયા અધ્ધર

આ પહેલાં પણ એક મહિલાને આખલાએ અડફેટે લેતાં સારવાર દરમિયાન મોત થયું હતું

નવસારી શહેરનાં માર્ગો ઉપર રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. રસ્તાઓમાં ઢોરોનો ત્રાસ વધી જતાં વાહન ચાલકોનો જીવ જોખમાઈ રહ્યો છે. આ અગાઉ પાલિકાની બાજુમાં આવેલા શકભાજી માર્કેટમાં પણ એક મહિલાને આખલાએ અડફેટે લીધી હતી. જેમાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આજરોજ ભર રસ્તામાં બે આખલા સામ-સામે આવી જતાં ફરીથી આખો વિસ્તાર માથે લીધો હતો. જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો.

નવસારી પાલિકા વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ વર્તાઈ રહ્યો છે. માર્ગો ઉપર ઢોરો અડ્ડો જમાવી લેતાં રોજીંદા વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આજે પણ રખડતા ઢોરોએ આતંક મચાવ્યો હતો. દશેરા ટેકરી વિસ્તારમાં બે આખલા સામસામે આવી જતાં કાર ચાલાકને ટક્કર મારી હતી. પાલિકા દ્વારા આવા રખડતા ઢોર સામે કોઈ પગલાં નહીં લેવાતાં નિર્દોષ લોકો આખલાઓની લડાઈનો ભોગ બની રહ્યા છે. ત્યારે આવા રખડતા ઢોરને સત્વરે પકડીને પાલિકા તંત્ર દ્વારા કામ હાથ ધરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

Latest Stories