New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/Untitled-1-copy-2.jpg)
વાઈલ્ડ લાઈફ વેલ્ફેરનાં સભ્યોએ તમામને રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપી દીધા
ચોમાસાની સિઝન શરૂ થતાં ની સાથે જ સરિસૃપ જીવો માનવ વસાહતમાં ઘુસી આવતા હોય છે. નવસારી તાલુકામાં આવેલા સાલેજ ગામે એક સાથે 9 જેટલાં અજગરનાં બચ્ચાં મળી આવતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. એકસાથે આટલા મોટા પ્રમાણમાં અજગરનાં બચ્ચા મળતાં લોકો જોવા માટે ઉમટ્યા હતા. બાદમાં સ્થાનિક લોકોએ વાઈલ્ડ લાઈફ વેલ્ફેર ફાઉન્ડેશનને આ અંગે જાણ કરતાં NGO નાં કાર્યકરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા.
કાર્યકરોએ અજગરનાં તમામ 9 બચ્ચાંને રેસ્ક્યુ કર્યા હતા. જે પેકી ત્રણ બચ્ચાંની હાલત નાજૂક હોવાનું જણાતા તેમને સારવાર પણ આપમાં આવી હતી. તેમણે આ નાજૂક બચ્ચાંને સારવાર આપી બાદમાં વન વિભાગને હવાલે કર્યા હતા. વન વિભાગ દ્વારા તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
Latest Stories