પત્ની પાસે દહેજની માંગણી કરી તેને આપઘાતની દુસ્પ્રેરણા બદલ પતિ અને સાસરીયાઓને સજા ફરમાવતી ભરૂચ સેશન્સ કોર્ટ

New Update
જંબુસરના હત્યાના કેસમાં માતા-પુત્રને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

ભરૂચમાં રહેતી યુવતીને સુરતના તબીબ સાથે પરણાવ્યા બાદ તબીબના પરિવારે દહેજની માંગ કરી ત્રાસ ગુજારતા યુવતીએ ભરૂચ તેના પિયર આવી આપધાત કરી લેવાના કેસમાં આત્મહત્યાની દુસ્પ્રેરણા આપનારા સાસરીયાઓને ૨ વર્ષની કેદ અને રૂપિયા ૧૧,૫૦,૦૦૦/-નો દંડનો હૂકમ ભરૂચના સેશન જજે કરતા દહેજ ભૂખ્યા લોકો માટે દાખલા રૂપ બનવા પામ્યુ છે.

બનાવની હંકોકત એવી છે કે આશરે વર્ષ 2014માં ભરૂચમાં રહેતી અદિતિ (મરણજનાર)ના લગ્ન તેણીના માતા પિતાએ સુરત મુકામે ડેન્ટિસ્ટ ડો. સારંગ શ્રોફ સાથે કરાવેલા ત્યારબાદ અદિતિ (મરણજનાર) સુરત મુકામે તેણીના પતિ સારંગ સાથે તથા સસરા રમેસચંન્દ્ર અને ફોઇ સાસુ જમનાબેન સાથે રહેતી હતી. તે દરમ્યાન મરણજનાર અદિતિના પતિ તથા સસરા અને ફોઇ સાસુએ તેણીની પાસે રૂ. ૧૩,૦૦,૦૦૦/- તથા સોનાની ચેઇન વિગેરે દહેજની માંગણી કરી અને તેણીને અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. અને તે બાબતે મરણજનાર અદિતિ સાથે વર્ષ ર૦૧૫માં ઝઘડો કરી તેણીના માતા પિતાને સુરત ખાતે બોલાવી આરોપીઓએ મરણજનાર અદિતિને તેઓ સાથે ભરૂચ મોકલી આપેલ. જેથી મે ૨૦૧૫ માં એક સવારે મરણજનાર અદિતિ તેણીના ભરૂચ ખાતેના એપાર્ટમેંટની બિલ્ડીંગની અગાશી પરથી નીચે ઝંપલાવી આત્મહત્યા કરેલ. અને ત્યારબાદ મરણજનાર અદિતિના સામાન માંથી સ્યૂસાઇડ નોટ તથા અન્ય પત્રો મળી આવેલા. જેથી મરણજનાર અદિતિના પિતાએ આરોપી સારંગ રમેશચંદ્ર શ્રોફ તથા રમેશચંદ્ર શ્રોફ તથા જમનાબેન વિરૂધ્ધ ભરૂચ 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલી. જે કેસમાં તપાસ થયા બાદ કેસ કમિટ થયા બાદ ભરૂચના ચોથા એડિશનલ સેશન્સ જજ એસ. પી. ભટ્ટ સમક્ષ ચાલવા આવતા તેમાં સરકાર તરફે મદદનીશ જીલ્લા સરકારી વકીલ રૂગેશ. જે. દેસાઈએ હાજર થઇ આ કેસ ચલાવેલ જેમાં મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાને આધારે અંતે સરકારી વકીલ રૂગેશ. જે. દેસાઈની દલીલો ગ્રાહ્ય રાખી ચોથા એડિશનલ સેશન્સ જજ એસ. પી. ભટ્ટે આરોપી સારંગ શ્રોફ, રમેશચંદ્ર શ્રોફ, જમનાબેન, રહેવાસી સુરતનાઓને કસુરવાર ઠેરવી ભારતીય દંડ સંહિતા ની કલમ ૩૦૬ હેઠળ ૧૦ વર્ષની કેદની સજા તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૮(અ) હેઠળ ૩ વર્ષની કેદની સજા તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ ૩ હેઠળ ૫ વર્ષ અને કલમ ૪ હેઠળ ૨ વર્ષની કેદની સજા તથા કુલ્લે રૂપિયા ૧૧,૫૦,૦૦૦/- નો દંડ ફમવ્યો છે તથા નામદાર કોર્ટ દ્વારા અદિતિના પરિવારને કુલ રૂ. ૨૫,૦૦,૦૦૦/- વળતર પેટે ચુકવવા માટે પણ હુકમ તારીખ ૨૯/૦૧/૨૦૧૯ ના રોજ કરવામાં આવેલ છે.

Latest Stories