Connect Gujarat
ગુજરાત

પાનોલી જુગારધામ સીસીટીવી કેમેરાથી હતુ સજ્જ

પાનોલી જુગારધામ સીસીટીવી કેમેરાથી હતુ સજ્જ
X

અંકલેશ્વર પાનોલીના જીમખાનામાંથી પોલીસે હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપી લીધુ હતુ. જોકે પ્રથમ નજરમાં લોકોને ભ્રમિત કરે તેવા હતા આ અસામાજિક પ્રવૃત્તિધામના નિયમો.

અંકલેશ્વર પાનોલીના સ્નેહ જીમખાના પ્રા.લી માંથી ભરૂચ એલસીબી પોલીસ અને અંકલેશ્વર તાલુકા પોલીસ સહિત પોલીસની ટીમો એ હાઈપ્રોફાઈલ જુગારનું રેકેટ ઝડપી લીધુ હતુ. જેમાં જીમખાના સંચાલકો દ્વારા જુગારીયાઓનો સંપર્ક કરીને રોકડ ના બદલામાં ટોકન એટલેકે કોઈન આપવામાં આવતા હતા,અને બાદમાં જીમખાના પર આવીને રમી ગેમની આડમાં જુગાર રમવામાં આવતો હતો.

22

જીમખાનાની અંદર એક સૂચના દર્શાવતુ પોસ્ટર હતુ જેમાં જીમખાનામાં જુગાર ધારા મુજબ કોઈપણ પ્રવૃત્તિ કરવામાં આવશે નહિ, ઉપરાંત નશો કરીને પણ આવવા પર પ્રતિબંધ સહિત જીમખાના ના સભ્યો સિવાયનાને પણ પ્રવેશ માટે ગેટ પાસ બનાવવા જેવી સૂચનાઓ દર્શાવવા માં આવી છે.

23

આ ઉપરાંત જીમખાનાની અંદર સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે.અને જીમખાના માં રાજકારણ ની વાતચીત સહિત વિવાદાસ્પદ વાતો કરવાની પણ મનાઈ ની સૂચનાઓ દીવાલો પર ચોંટાડવામાં આવી હતી.ત્યારે પ્રથમ દ્રષ્ટિ એ પોલીસ ને પણ આ તમામ બાબતો માત્ર ભ્રમિત કરી રહી હોવાનું લાગી રહ્યુ છે.વધુમાં જીમખાના માં લાગેલા સીસીટીવી કેમેરા ના ફૂટેજ પણ પોલીસ તપાસીને જુગારધામ ની જડ સુધી પહોંચે તે જરૂરી છે.

24

પોલીસની રેડ થી ભાગવા જતા અને જીમખાના ના પ્રથમ માળેથી કૂદીને ભાગવા જતા ત્રણેક જુગારિયાઓ ઘવાયા પણ હતા.

Next Story