પાલેજ : હલદરવા ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે આવતા, 1નું મોત

New Update
પાલેજ : હલદરવા ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે આવતા, 1નું મોત

પાલેજ ને. હાઇવે નંબર ૪૮ પર કરજણ તાલુકાના હલદરવા ગામના પાટીયા અને ફાઉન્ટેન હોટલ વચ્ચે અજાણ્યા વાહનની અડફેટે આવતા એકનું મોત નીપજયું હતું.

માહિતી અનુસાર ને. હાઇવે પર પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના હલદરવા ગામના પાટીયા અને ફાઉન્ટેન હોટલ વચ્ચે ગતરાત્રીના રોજ કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે, ગફલતભરી રીતે હંકારી એક અજાણ્યા ઇસમને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધી ફરાર વાહન ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories