/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/New-Born-Baby-1472996440_835x547.jpg)
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરની અંબિકા નદી કિનારે આવેલ ડમ્પિંગ સાઈડ પર ઉભેલા ટ્રેક્ટરમાં કોથળામાં બાંધીને નવજાત શિશુને કોઈ અજાણ્યા લોકો છોડીને જતા રહ્યા હતા. પરંતુ કચરો વીણવા આવેલા લોકોએ કોથળો ખોલતા નવજાતશિશુ મળતા બીલીમોરા પોલીસને જાણ કરી હતી॰ પોલીસ દ્વારા નવજાત બાળકને તાત્કાલિક સારવાર માટે લઇ જવાયું હતું. જેમાં ડોકટરે જણાવ્યુ હતું કે કોઈ જાનવરે ઇજા પોહચાડી હોય એવું પ્રાથમિક તબબકે દેખાય રહ્યું છે. સાથે ડોકટરે નવજાત બાળકને મૃત જાહેર કર્યો હતો.
બાળકોને કોથળામાં મારીને ફેંકી દેવાનો બીલીમોરા શહેરનો આ બીજો બનાવ બન્યો છે. આશરે ૫ વર્ષ પહેલા એક મહિલાએ પોતાના પરણિત પ્રેમીઓના દીકરાને મોતને ઘાટ ઉતાર્યો હતો. અને કોથળામાં બાંધીને કચરાપેટીમાં નાખ્યો હતો. ત્યારબાદ આ બીજો ચોંકાવનારો બનાવ બનતા આ પંથકમાં.અરેરાટી ફેલાય છે. બીલીમોરા પોલીસે સમગ્ર ઘટનાની સમગ્ર તપાસ હાથઘરી છે. અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.