Connect Gujarat
Featured

બ્રિટનમાં કોરોનાની રસીકરણની પ્રક્રિયા શરું, 90 વર્ષીય મહિલા દર્દીને આપ્યો પ્રથમ ડોઝ

બ્રિટનમાં કોરોનાની રસીકરણની પ્રક્રિયા શરું, 90 વર્ષીય મહિલા દર્દીને આપ્યો પ્રથમ ડોઝ
X

વિશ્વમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આ દરમિયાન વેક્સિનના કારણે કોરોના વાયરસને હરાવવાની એક આશા છે. વિશ્વના અમુક દેશોએ કોરોના રસી આપવાની યોજના બનાવી લીધી છે. આ દરમિયાન ઉત્તર આયરલેંડની 90 વર્ષીય મહિલા યુકેના સામૂહિક રસીકરણ કાર્યક્રમની શરૂઆતમાં ફાઈઝર-બાયોએનટેક કોવિડ વેક્સિન લગાવનારી વિશ્વની પ્રથમ વ્યક્તિ બની ગઈ હતી. આયરલેંડની 90 વર્ષીય વૃદ્ધા માર્ગારેટ કીનનને પ્રથમ કોરોના વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે.

આરોગ્ય સચિવ મેટ હેનકોકે જણાવ્યું હતું કે તેમને આશા છે કે વસંત સુધીમાં કોરોના વાયરસને જળમૂળમાંથી હટાવવામાં આવશે અને દેશ સામાન્ય સ્થિતિમાં પાછો આવી શકે છે.પરંતુ હેનકોકે ચેતવણી આપી કે જો વાયરસના કેસોમાં વધારો થાય તો આ મહિનામાં સખત પગલા લેવાની જરૂર પડી શકે છે.

Next Story