/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/congress.jpg)
લોકસભા ની તડામાર તૈયારીઓ વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી સારું પરિણામ મળે એ આશય થી તમામ જિલ્લા પ્રમુખો ને સૂચના અપાઈ હતી દરેક જિલ્લા પ્રમુખે ફરજિયાત સંકલન સમિતિ ની બેઠક બોલાવી કાર્યકર્તાઓ પાસે થી 3 ઉમેદવાર ના નામ આપવા પરંતુ ભરુચ ના કોંગ્રેસ પ્રમુખ દ્વારા આમ ન કરવામાં આવતા કાર્યકર્તાઓ વચ્ચે તર્ક વિતર્ક સર્જાયા છે.
આજ રોજ ગુજરાત પ્રદેશ સમિતિ માં લોકસભા નાઉમેદવારો બાબતે અગત્ય ની બેઠક હોય જે તે બાબતે આજે તમામ જિલ્લા પ્રમુખો પોતાના વિસ્તાર ના 3 સંભવિત ઉમેદવારો ના નામ આપશે જેમાં ભરુચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ફરીથી વિવાદો માં આવી છે ભરુચ તરફ થી અપાએલ 3 નામ ની જાણકારી ભરુચ ની સંકલન સમિતિ ના સભ્યો પણ નથી તેમજ જિલ્લા પ્રવકતા નાજુ ફડવાળા ને પણ આ બાબત ની જાણ ન હતી તેમજ યૂથ કોંગ્રેસ ના પ્રમુખ સેરખાન પઠાણ ને પણ એ બાબતે પૂછતા તેમણે પણ ખબર ના હોવાની વાત જાણવા મળી હતી,ત્યારે કોંગ્રેસ માં બળવા થવાના એંધાણ સર્જાય રહ્યા છે.