ભરૂચ જીલ્લાની આ દરગાહમાં માનવી અને મધમાખીઓ વચ્ચે છે અનોખી મિત્રતા

New Update
ભરૂચ જીલ્લાની આ દરગાહમાં માનવી અને મધમાખીઓ વચ્ચે છે અનોખી મિત્રતા

સુપ્રસિધ્ધ બાબા રૂસ્તમ ર.અ.ની દરગાહનો આ અનોખો ચમત્કાર આજે પણ યથાવત

આજથી સદીઓ પહેલા ભરૂચ તાલુકાના પરીએજ ગામ નજીક ભરૂચ - ટંકારીઆ માર્ગ પર આવીને વસેલા હઝરત બાબા રૂસ્તમ ર.અ.ની દરગાહનો એક અનોખો કરિશ્મા પ્રકાશમાં આવ્યો છે. અહીંયા મધમાખીઓ વિશે વાત કરીએ તો એવું કહેવાય છે અને તથ્ય પણ છેજ કે મધમાખીઓને છંછેડવામાં આવે તો તે આક્રમક બનીને તૂટી પડે છે. જેનું નામ સાંભળતા જ ભલભલાને કંપારી છુટી જતી હોય છે.

મહત્વની વાત એ છે કે, દરગાહ ઉપર આવતા હિન્દૂ મુસ્લિમ અકીદતમંદો જયારે દરગાહ પર જતા પહેલા વુઝુખાના પર વુઝુ બનાવે છે. ત્યારે આ મધમાખીઓ પાણીના નળની આસપાસ વુઝુખાનમાં, બાબા રૂસ્ટમ ર.આ.ની મજાર પર, ફૂલ વેચનારના સ્ટોલમાં મધમાખીઓ ભમતી રહે છે. દર વર્ષે ભર ઉનાળામાં આ મધમાખીઓની માત્રા દરગાહમાં વધી જાય છે. પરંતુ દરગાહ પર આસ્થા ધરાવતા શ્રદ્ધાળુઓ નિર્ભય બનીને વુઝુ બનાવી દરગાહમાં પ્રવેશે છે. publive-image

વર્ષો જુના દરગાહના મુંજાવરોનું પણ કેહવું છે કે, બાબા રૂસ્તમ ર.અ. ની દરગાહ પર આજ ઝનુની મધમાખીઓ આવે છે. પરંતુ દરગાહ પર આવનાર આબાલ, વૃદ્ધ, યુવાનોને પણ આજ સુધી મધમાખીઓએ હાનિ પહોંચાડી નથી. જાણે કે બાબાનો કરિશ્મા કામ કરી રહ્યો હોય એમ ચોકકસપણે શ્રદ્ધાળુઓ કહી રહ્યા છે. publive-image

કહેવાય છે કે ઉનાળાની ઋતુ પછી બધી પ્રજાતિની મધમાખીઓ આપોઆપ ઓછી થવા માંડે છે.આમ ભરૂચ-ટંકારીઆ માર્ગ પર આવેલી સુપ્રસિધ્ધ બાબા રૂસ્તમ ર.અ.ની દરગાહનો આ અનોખો ચમત્કાર આજે પણ લોકો જોઇ રહ્યા છે. દરગાહ પર હિંદુ - મુસ્લિમ શ્રદ્ધાળુઓનો કાયમ ધસારો પણ જોવા મળે છે, તે લોકોને આ ચમત્કાર જોઈને અચરજ થાય છે.

Latest Stories