/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/sddefault-5.jpg)
ભરૂચ નગરપાલિકાના પ્રમુખ પદે સુરભી તંબાકુવાલા બિરાજમાન થયા હતા. ભરૂચ નગર પાલિકાના પ્રમુખ રતિલાલ પટેલની અઢી વર્ષની પ્રમુખ પદ માટેની ટર્મ પુરી થતા તા.૮મીના રોજ નવા પ્રમુખની સત્તા-વાર જાહેરાત ભરૂચ નગર પાલીકાના સભાખંડમાં કરવામાં આવી હતી. જેમાં સામાન્ય મહિલા સીટ માટે પ્રમુખ પદની રેસમાં વોર્ડ નંબર ૭ ના ભારતીય જનતા પાર્ટીના સુરભીબેન તંબાકુવાલાની સ્પષ્ટ બહુમતી સાથે સત્તાવાર જાહેરાત કરાઇ હતી. જાહેરાત કરાતા જ અંદરો અંદર સભ્યોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો હતો.
પ્રમુખ પદ માટેની જાહેરાત કરવામાં આવતા જ નવ નિયુક્ત પ્રમુખને પાલિકા સભ્યો તેમજ કાર્યકરોએ શુભેચ્છાઓ આપી હતી. તો બીજી તરફ ઉપ પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર ૫ ના ભરતભાઈ શાહની સ્પષ્ટ બહુમતી સાથે નિમણુંક કરવામાં આવતા તેઓને પણ પાલિકા સભ્યો અને કાર્યકરોએ શુભેચ્છાઓ આપી હતી. બપોરે ૧૨ કલાકે ભરૂચ નગર પાલિકાના સભાખંડમાં એસ.ડી.એમ.ચીફ ઓફિસર તેમજ સત્તા પક્ષ અને વિપક્ષના ૪૧ જેટલા સભ્યોની હાજરીમાં પ્રમુખ અને ઉપ-પ્રમુખની નિમણુંક અંગેનું મતદાન યોજાયું હતું.
ઉલ્લેખનીય છે કે ભરૂચ નગર પાલિકાના પ્રમુખપદ માટે સિનિયર અને જુનિયર સભ્યો વચ્ચે જંગ જામ્યો હતો પ્રમુખ પદની જાહેરાત થતા જ કેટલાક સભ્યોમાં છુપોરોષ જોવા મળ્યો હતો અને કહી ખુશી કહી ગમ જેવો માહોલમાં અંદરો અંદર સભ્યોમાં સર્જાયો હતો અને લોક ચર્ચા મુજબ સંઘ સાથે જોડાયેલા અને ભરૂચ નગરપાલિકામાં ભાજપના સિનિયર સભ્યની ભૂમિકા ભજવતા અંબાબેન પરીખની અવગણના કરવામાં આવતા તેઓ નગરપાલિકા ખાતે આવી સભા ખંડ માં કાર્યવાહી આરંભાય તે પહેલા જ સભા છોડી ગયા હતા. જયારે નવ નિયુક્ત પ્રમુખ બનેલા સુરભીબેન તંબાકુવાલા એ મીડિયા સમક્ષ તેઓનું પ્રમુખ બન્યા બાદ પ્રથમ નિવેદન આપી શહેરના લોકોની વચ્ચે રહી તમામ પ્રકારના કામ કરવાની બાહેંધારી આપવા સાથે ભાજપી આગેવાનો,કાર્યકર્તા અને ઘારાસભ્યનો આભાર માની સૌની સાથે ચાલવાની ખાત્રી ઉચ્ચારી હતી. તો ઉપપ્રમુખ ભરતભાઇ શાહે પણ શહેરના વિકાસમાં કદમ મિલાવવાની તૈયારી બતાવી હતી.