ભરૂચ :મનુબર રોડ ઉપર સાઈન બોર્ડની એંગલ એકાએક ધસી પડતા વાહનોને નુકસાન

New Update
ભરૂચ :મનુબર રોડ ઉપર સાઈન બોર્ડની એંગલ એકાએક ધસી પડતા વાહનોને નુકસાન

છેલ્લા એક અઠવાડિયાથી સાઈન બોર્ડ જર્જરીત હતું

ભરૂચના મનુબર રોડ ઉપર વાહન ચાલકો માટે મુકાયેલ સાઈન બોર્ડની લોખંડની એંગલ થાંભલાથી છૂટી થઇ જતા જર્જરીત બની હતી.જે આજે સાંજના સમયે એકાએક ધડાકાભેર તૂટી પડતા રસ્તા ઉપરથી પસાર થતાં વાહનોને નુકશાન સાથે અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું.

નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ભરૂચ બાયપાસથી મનુબર તરફ જવાના માર્ગ ઉપર વાહનચાલકોની જાણકારી માટે કયો માર્ગ કઈ તરફ જાય છે તે અંગેના સાઈન બોર્ડ લોખંડની એંગલો ઉપર મૂકવામાં આવ્યા હતા.જે સાઈન બોર્ડ અચાનક લોખંડના થાંભલાથી અલગ થઈ જરજરીત બન્યા હતા.

આજે સાંજના સમયે સતત વાહનોની અવરજવર ટાણે જ આ સાઈન બોર્ડ લોખંડની એંગલ સાથે નીચે ધસી પડતા લોખંડની વજનદાર એંગલ ટ્રક ઉપર પડયા હતા. જોકે તેમાં ચાલકને કોઈ ઇજા થઇ ન હતી.પરંતુ વાહનને નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ લોખંડની એંગલ પ્રથમ ટ્રક ઉપર પડતા મોટી હોનારત થતા ટળી હતી.

ભરૂચ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ જર્જરીત સાઇન બોર્ડની તાકીદે મરામત કરવાય તેવી માંગ ઉઠી રહી છે.

Latest Stories