/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/hqdefault.jpg)
દર્દીઓને અપાતા એન્ટીબાયોટીક ઇન્જેક્શન અપાયા બાદ તમામ દર્દીઓને ચઢી ઠંડી
ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે મેડિકલ વોર્ડમાં દાખલ ૧૫ થી ૧૮ જેટલા દર્દીઓને એન્ટીબાયોટિક ઇન્જેક્શન આપવામાં આવતા અચાનક જ તમામ દર્દીઓને ઠંડી ચઢી જવા પામી હતી જેના પગલે સિવિલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દર્દીઓને સામાન્ય રીતે અપાતા એન્ટીબાયોટિક અને ઇન્જેક્શનો બાદ આ દર્દીઓને અચાનક સાગમટે જ ઠંડી ચઢતા દર્દીના સગાઓએ હોહાપો મચાવ્યો હતો. તો કેટલાક દર્દીઓને સિવિલ્માંથી ધાબલા ઉપલબ્ધ ના થતાં ઘરેથી ધાબળા મંગાવવાનો વારો આવ્યો તો કેટલાકે પાથર્વા અપાયેલ ગોદડા ઓઢવાની નોબત આવી હતી. ઘટનાની જાણ થતાં જ સિવિલ હોસ્પીટલના ફરજ પરના મહીલા તબીબે ઓપરિસ્થીતિ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધરી ઘટનાની જાણ આ.એમ.ઓને કરતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે આર.એમ.ઓ સહિતની ડોક્ટરોની ટીમ આવી અને દર્દીઓની સારવાર શરૂ કરી હતી. હાલ તમામ દર્દીઓની ઠંડી ઓછી થવા પામી છે અને હાલ દરેક ની હાલત સ્ટેબલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દર્દીઓને અપાતું એન્ટિબાયોટિક ઇન્જેક્શન સીફોટેક્ષીન જે સોલિડ ફોમમાં આવે છે તેને લિક્વિડ ફોર્મ બનાવવા માટે સરકાર દ્વારા અપાતા ડિસ્ટિલ વોટરનો ઉપયોગ કરાતો હોય છે.પણ તેની જગ્યાએ નાઇટ્માં ફરજ પરની નર્સોની અણઆવડત કે આડોડાઇને પગલે તેને દર્દીઓને અપાતા ગ્લુકોઝના બોટલના પાણીથી તેને ડિઝોલવ કરીને ઇન્જેકશન આપતા આ ઘટના સર્જાઇ હોય તેવું દર્દીઓના સગાઓનું માનવું છે. જોકે આર.એમ.ઓ સહિતની ટીમે આ સીફોટેક્ષીનનો જથ્થો તાત્કાલિક સીલ કરી તેને સાઇટ પર મુકાવી દઇ અને તે પુરા લોટની તપાસ કરાવશેનું જણાવ્યું હતું.