/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/maxresdefault-69.jpg)
ભરૂચ નેશનલ હાઇવે ઉપર હોટલ ન્યાય મંદિર નજીકથી પસાર થતી અલ્ટો કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં અલ્ટો કારમાં સવાર ૩ વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જયારે આ અકસ્માતમાં ૧ને ગંભીર ઇજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે ૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં લવાયા હતા.
પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર ભરૂચ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ હોટલ ન્યાય મંદિર નજીકના રોડ ઉપર મહરાષ્ટ્ર પાસીંગની અલ્ટો કાર નંબર MH-10-AN-6956 પસાર થતી હતી. દરમિયાન અલ્ટો કાર સાથે ટ્રેલર નંબર GJ-05-AT-1840 અથડાતા સર્જાયેલ અકસ્માતમાં અલ્ટો કારના ફૂડચા ઉડી ગયા હતા.
આ અકસ્માતના પગલે લોક્ટોળા દોડી આવ્યા હતા અને અલ્ટોમાં સવાર મહારાષ્ટ્રના રાજુભાઇ પવાર (ઉ.વર્ષ.૪૦), ગણેશભાઇ સુથાર(ઉ.વર્ષ.૨૮) અને સંતોષભાઇ શિલ્પી(ઉ.વર્ષ.૨૯)ને ભારે જહેમત બાદ બહાર કાઢી સારવાર અર્થે ૧૦૮ મારફત ભરૂચ સિવિલ હોસ્પીટલ ખસેડયા હતા.
આ બનાવમાં ૩ વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાની અને એક વ્યક્તીને ગંભીર ઇજાઓ પહોંચી હોવાની માહિતી મળી રહી છે.આ ઘટનાના પગલે હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રષ્યો સર્જાયા હતા, જો કે ઘટનાની જાણ થતા દોડી આવેલ પોલીસે ટ્રાફિક યથાવત કરવાની કવાયત હાથ ધરવા સાથે વધુ તપાસ હાથ ધરી છે.