ભરૂચઃ વિવિધ માંગણીઓ મુદ્દે આંગણવાડી બહેનોની કલેકટરને રજૂઆત

New Update
ભરૂચઃ વિવિધ માંગણીઓ મુદ્દે આંગણવાડી બહેનોની કલેકટરને રજૂઆત

તા.૬ના રોજ ભરૂચમાં જિલ્લા કલેકટરને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આવેદન આપ્યું

છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન મળવા ઉપરાંત ભાડા–ભથ્થાઓ પણ સમયસર ન ચૂકવાતા છેલ્લા કેટલાક દિવસોથી આંગણવાડી કર્મચારીઓ ન્યાય મેળવવા માટે વલખાં મારી રહયા છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મામલતદારને આવેદન આપ્યા બાદ તા.૬ના રોજ ભરૂચમાં જિલ્લા કલેકટરને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આવેદન આપ્યું હતું.

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના માધ્યમથી જિલ્લાભરમાંથી આંગણવાડી કર્મચારીઓ જિલ્લા કલેકટર કચેરીએ ઉમટયાહતા. જયાં તેમણે જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું. આવેદનમાં છેલલા ત્રણ મહિનાથી પગાર ન ચુકવવાના કારણે આંગણવાડી કર્મચારીઓના પરિવારો આર્થિક સંકટનો સામનો કરતા હોવાની ફરીયાદ ઉઠાવી છે. સરકારે કુપોષિત બાળકોને આહાર આપવા માટે જે દરો જાહેર કર્યા છે તે પણ બાળકોની મજાક ઉડાતી હોય તેવા આક્ષેપો કર્યા છે.

બાળક દીઠ ૮૦ પૈસામાં ફળ, ૬પ પૈસામાં ચણદાળ અને ૧૦ પૈસામાં ગોળ આપવા માટેનો પરિપત્ર જારી કરાયો છે. ખરેખર આ કિંમતમાં બજારાંથી કોઇપણ ચીજવસ્તુ મળી શકે નહિં આંગણવાડી વર્કરોએ પોતાના ખિસ્સાના રૂપયા ચૂકવવા પડે છે. જેના બિલ પણ છ–છ મહિના સુધી પાસ થતા નથી. મકાનના ભાડા પણ ચૂકવાતા નથી. જેને લઇ સરકાર દ્વારા નિયમિત પગાર અને ભાડા–ભથ્થાન ચૂકવણી થાય તેવી માંગ ઉઠાવવામાં આવી છે અને જા તે તાકિદે ન ચૂકવાય તો હડતાળ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે.

સરકાર આંગણવાડી કેન્દ્રોનું ખાનગીકરણ કરવા માંગે છે

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અરૂણ મહેતાએ જિલ્લા કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં આંગણવાડી કર્મચારીઓ સમક્ષ સરકારની ભારે આલોચના કરી હતી. તેમણે કહયું હતું કે સરકાર ધીરે–ધીરે આંગણવાડી કેન્દ્રો બંધ કરી તેનું ખાનગીકરણ કરવા માંગે છે. પરંતુ ગુજરાતમાં પ૩,૦૦૦ આંગણવાડીઓમાં કામ કરતી ૧,૦૬,૦૦૦ આંગણવાડીની બહેનો કોઇપણ ભોગે ખાનગીકરણ નહિં થવા દે અને તેનામાટે લડવું પડે તો સરકાર સાથે લડી પણ લેશે તેવો હુંકાર કર્યો હતો.

Latest Stories