/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/01/1-18.jpg)
પોલીસે વિદેશી દારૂ અને ટ્રક મળી કુલ ૨૯,૫૪,૯૬૦/-ના મુદ્દામાલ જપ્ત કર્યો
ભરૂચ જીલ્લામાં દારૂ તેમજ જુગારની પ્રવૃત્તિ નાબુદ કરવા સુચના મળેલ જે અનુંસંધાને એલ.સી.બી ના પો.સ.ઇ એ.એસ.ચૌહાણ તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી તેમજ ટીમના પોલીસ માણસો પેટ્રોલિગમાં હતા.
દરમિયાન પોલીસને મળેલ બાતમી આધારે ને.હા નંબર ૪૮ નબીપુર નજીક આવેલ હોટલ પરવાનાના કંપાઉન્ડમાંથી એક ટ્રક નંબર MH-43-Y-2804 સાથે તેના ચાલક ફીરોજ ઉર્ફે સલામ માલેકુમ યાકુબભાઇ અબ્દુલશા દિવાન રહે, મેમણ કોલોની મકાન નં ૧/ર સરફભાઇ જમાદારના મકાનમાં પાણીની ટાંકી પાસે આજવા રોડ વડોદરા શહેરનાને ઝડપી પાડી ટ્રકમાં કેબીનના પાછળના ભાગે બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનવાટના વિદેશી દારૂ તથા બીયરની અલગ અલગ બ્રાંડની કુલ પેટીઓ નંગ ૩૩૦ જેમાં બોટલ નંગ ૫૫૩ ર જેની ક્રિ ૧૪,૪૯,૬૦૦/- સહીત અન્ય મુદ્દામાલ મળી કુલ કી.રૂ.૨૯,૫૪,૯૬૦/- નો કબ્જે કરી આગળની કાર્યવાહી કરવા નબીપુર પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.