ભરૂચમાં ભારે પવન સાથેના વરસાદમાં હોર્ડિંગ્સ તુટી પડતા વાહનોને થયુ નુકશાન
BY Connect Gujarat13 Jun 2017 6:53 AM GMT
X
Connect Gujarat13 Jun 2017 6:53 AM GMT
ભરૂચ દહેજ બાયપાસ રોડ પર રાત્રી દરમિયાન વાવાઝોડા સાથેના વરસાદમાં હોર્ડિંગ્સ ધબાયનમઃ થતા વાહનોને નુકશાન થયુ હતુ, તેમજ એક બાઈક ચાલક પણ ઘવાયો હોવાનું જાણવા મળ્યુ છે.
[gallery type="slideshow" ids="26548,26549,26550,26551,26552"]
ભરૂચ દહેજ બાયપાસ રોડને અડીને આવેલ શેરપુરા ગામ નજીક અન્ય ગામ તરફ જવા માટે સ્થળ સૂચક હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યુ હતુ, પરંતુ રાત્રી દરમિયાન પવનના જોર અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થતા હોર્ડિંગ્સ અચાનક તુટી પડયુ હતુ.
હોર્ડિંગ્સ તુટીને બે ટ્રક, એક બસ પર પડતા વાહનોને નુકશાન થયુ હતુ, જ્યારે એક બાઈક ચાલક પણ આ અકસ્માતનો ભોગ બનતા ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યુ છે.
Next Story