મહીસાગર : લુણાવાડા ખાતે જિલ્લા કક્ષાનો મેગા જોબફેર યોજાયો

New Update
મહીસાગર : લુણાવાડા ખાતે જિલ્લા કક્ષાનો મેગા જોબફેર યોજાયો

જિલ્લા રોજગાર કચેરી મહીસાગર દ્રારા લુણાવાડા તાલુકાના ઉકરડી ખાતે જિલ્લા કક્ષાનો મેગા જોબફેર યોજાયો હતો.મહીસાગર જિલ્લાના અંદાજે ૮૫૦ થી વધુ રોજગાર વાંચ્છુક ઉમેદવારોને નોકરી તેમજ મુખ્ય મંત્રીની એપ્રેન્ટીશ શીપ યોજના અંતર્ગત પ્રાથમીક પંસદગી કરવામાં આવી છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ઉકરડી ખાતે શ્રીજી શૈક્ષણીક સંકુલમાં શ્રમ અને રોજગાર વિભાગ ગાંધીનગર અને જિલ્લા રોજગાર કચેરી લુણાવાડા-મહીસાગર દ્વારા જિલ્લા કક્ષાનો મેગા જોબફેરમાં જિલ્લા કલેક્ટર વિજયસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલ તથા મહાનુભાવોની ઉપસ્થિતીમાં દિપ પ્રાગટ્ય કરી મેગા જોબફેરને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત રોજગાર વાંચ્છુંઓને સંબોધન કરતા કલેેેકટર વાઘેલાએ જણાવ્યું હતું કે,હાલમાં ઉદ્યોગોગિક ક્ષેત્રનો ખૂબજ ઝડપી વિકાસ થઇ રહેલ હોવાથી ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોમાં કુશળ તેમજ બિન કુશળ ઉમેદવારોની ભરતીઓ કરવામાં આવતી હોય છે. તો ઉપસ્થિત નોકરી દાતાઓને જણાવ્યું હતું કે,મહીસાગર જિલ્લાના વધુમાં વધુ ઉમેદવારોને નોકરી આપવા અપીલ કરી હતી. તેમજ રોજગાર વાચ્છુઓએ પણ જે સ્થળે નોકરી મળે ત્યાં ખંત નિષ્ઠા અને જવાબદારી પુર્વક ફરજ બજાવવા કલેક્ટરેે શિખામણ આપી નોકરી વાંચ્છુઓને શુભેચ્છા પણ પાઠવી હતી.વધુમાં સરકાર દ્વારા થઇ રહેલ આવા આયોજનોની સરાહના કરી હતી.

આ મેગા જોબફેરમાં ૧૦૦૦ જેટલા રોજગાર વાંચ્છુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાં ગુરૂકુલ મેનેજમેન્ટ ગોધરા, સગુના ફુડ પ્રા.લી, ચેકમેટ સિક્યુરીટી, એલ એન્ડ ટી કન્ટ્રકશન અમદાવાદ, કોશ્મો મેન પાવર, એલઆઇસી ઈન્ડીયા, તેમજ ફોર્ડ મોર્ટસ સાણંદ જેવી ૧૪ કંપનીઓના નોકરી દાતાઓ ઉપસ્થિત રહી આસી.મેનેજર, સેલ્સ મેનેજર, ઓપરેટર, ઇન્શ્યોરન્સ એજન્ટ, સિકયુરીટી ગાર્ડ, હેલ્પર જેવી ટેકનીકલ અને નોન ટેકનીકલ જગ્યાઓના ઇન્ટરવ્યું લેવામાં આવ્યા હતા. જેમાં જગ્યાઓની ભરતી માટે અસલ પ્રમાણપત્રો, બાયોડેટા, પાસપોર્ટ ફોટાઓ સાથે આ મેળાના સ્થળે રોજગાર વાચ્છુક ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા રોજગાર અધિકારી મુકેશ પ્રજાપતીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકારી મેગા જોબફેર અંગે વિસ્તૃત માહિતી આપી હતી.આ પ્રસંગે ઉકરડી સરપંચ, તાલુકાના સભ્ય તેમજ જિલ્લા અભયમ હેલ્પ લાઇન ૧૮૧ ના અધિકારીઓ, તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહી વિસ્તૃત માહિતી સાથે સમજ પુરી પાડી હતી.

.

Latest Stories