Connect Gujarat
Featured

માંડવી : કાવ્યા નદીમાં નવા નીર આવતા મુજલાવ ગામનો બ્રિજ પાણીમાં ગરકાવ

માંડવી : કાવ્યા નદીમાં નવા નીર આવતા મુજલાવ ગામનો બ્રિજ પાણીમાં ગરકાવ
X

દક્ષિણ ગુજરાતમાં હવે વરસાદી માહોલ બરોબર જામ્યો છે.ત્યારે ઉપરવાસમાં વરસી રહેલા સાર્વત્રિક મેઘ મહેરના કારણે આજરોજ માંડવીના મુજલાવ ગામ પાસેથી પસાર થતી કાવ્યા નદીમાં નવા નીર આવ્યા હતા.નદીમાં નવા નીર આવતા નદી પર બાંધવામાં આવેલ લો લેવલનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા માંગરોળના લોકોને બોધાન જવા માટે સીધો સંપર્ક તૂટી ગયો હતો.

આ નદી પર અવાર નવાર બ્રિજ પાણીમા ગરકાવ થઈ જવાના દ્રશ્યો સર્જાતા હોઈ છે અને સ્થાનિક લોકોને બોધન,બારડોલી જવા માટે સીધો સંપર્ક હોઇ છે એ તૂટી જતો હોય છે. ત્યારે છેલ્લા કેટલા વર્ષોથી સ્થાનિક લોકો પુલ ઉંચો બનાવાની માંગ કરી રહ્યા છે. છતાં તંત્ર આ માંગને આંખ આડા કાન કરી રહી છે.

ઉલ્લેખનીય છેકે આ બ્રિજ પર આગાઉ પણ પાણી ફરી વળતા આ બ્રિજ પરથી એક બાઇક સવાર પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયો હતો.ત્યારે પણ ગામલોકોએ ઉંચો પુલ તંત્ર બનાવે તેવી માંગ કરી હતી.

Next Story