Connect Gujarat
સમાચાર

માતૃપ્રેમ .. મા તે મા બીજા બધા વગડાના વા..જનની જોડ સખી નહી જડે રે લોલ !

માતૃપ્રેમ .. મા તે મા બીજા બધા વગડાના વા..જનની જોડ સખી નહી જડે રે લોલ !
X

ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો, વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો. બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે ? બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં, અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર-સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર માતાને જો ઈશ્વરે પેદા જ ના કરી હોય તો આપણું શું થાત ? કોણે લાલન પાલન કર્યુ હોત, કોણે આપણને સંસ્કાર આપ્યા હોત. કોણે આટલો પ્રેમ લૂટાવ્યો હોત.. માતાનુ મહત્વ તો તમે એકવાર જઈને અનાથાશ્રમમાં રહેતા બાળકોને જોઈને કે તેમની સાથે વાતચીત કરીને જોશો તો સમજાશે. મુશકેલ છે. ખુદ ઈશ્વર પણ એની જોડે બેસી શકે તેવો નથી ! સાચે જ, જગતમાં સૌ સગા સ્નેહીજનો વચ્ચે માતાની ત્યાગનીમૂર્તિ, બલિદાનનીમૂર્તિ,સૌજન્યનીમૂર્તિ અને પ્રેમ/ત્યાગનીમૂર્તિ પૂનમના ચાંદ જેવી ઝળહળે છે. ? જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે ‘મા’ ‘મમ્મા’છે.

અમેરિકા, બ્રિટન કે ભારતમાં મધર્સ ડેની ઉજવણી સ્થળ-કાળના બંધનના કારણે અલગ અલગ દિવસે થાય છે. બ્રિટનમાં ૧૫ માર્ચે મધર્સ ડે ઉજવાય છે જ્યારે અમેરિકામાં ૧૦ મેના રોજ મધર્સ ડે ઉજવાય છે તો માતૃભક્તિનું આ જ પર્વ ભારતમાં મે મહિનાના બીજા રવિવારે મનાવાય છે.

આ શુભ અને પાવક દિને સમગ્ર માતૃશક્તિને વંદના. કદાચ કેટલાક એવું પણ માનતા હશે કે મધર્સ ડેની ઉજવણી કોમર્શિયલ બની ગઇ છે. કાર્ડ મોકલવા, ગુલદસ્તો આપવો કે કેક-ચોકલેટ વહેંચવા જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ધંધાદારી વલણની અસર વર્તાતી હોય તો પણ માનવમાત્રને ઉત્સવ પ્રત્યે કંઇક અલાયદો અનુરાગ હોય છે તેને કોણ નકારી શકશે. યથામતિ-યથાશક્તિ થોડોક ખર્ચો પણ થાય, પરંતુ જરા એ તો જૂઓ કે મનનો ભાવ વ્યક્ત કરવા કેવો સોનેરી અવસર સાંપડે છે. ફાધર્સ ડે, મધર્સ ડે કે વીમેન્સ ડે જેવા અવસરોને ઉત્સવ તરીકે મૂલવીએ તે જ વધુ યોગ્ય ગણાય.

કવિઓએ માતૃપ્રેમનો મહિમા મુકતકંઠે ગાયો અને બિરદાવ્યો છે. કવિ બોટાદકરે પોતાની કવિતામાં કહ્યું છે કે, “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ ! માતા એ માતા જ છે. પછીએ આઠ બાળકોની માતા હોય કે એકના એક સંતાનની ! માતાને મન એનુ પ્રત્યેક બાળક કાળજાનો કટકો છે. માતા ગરીબ ઘરની હોય કે શ્રીમંત ઘરની માતાના વાત્ય્સલયનુ ઝરણું તો અખૂટપણે વહ્યા જ કરે છે. વળી બાળક હ્રષ્ટપુષ્ટ અને દેખાવડુ જ હોય એ કાઈ જરૂરી નથી. માતાને મન તો એનુ લુલુ લંગડુ કે બહેરુ બોબડુ બાળક પણ ગુલાબના ખીલેલા ગોટા જેવુ જ હોય છે. માં તુજે સો સો સલામ....

Next Story