Connect Gujarat
ગુજરાત

મેમરી / દૂરદર્શન પર ‘ઉત્તર રામાયણ’ શરૂ થશે, કુશની ભૂમિકા ભજવનાર સ્વપ્નીલ જોષીએ તસવીર શૅર કરી

મેમરી / દૂરદર્શન પર ‘ઉત્તર રામાયણ’ શરૂ થશે, કુશની ભૂમિકા ભજવનાર સ્વપ્નીલ જોષીએ તસવીર શૅર કરી
X

દૂરદર્શન પર ‘રામાયણ’ના તમામ એપિસોડ પૂરા થઈ ગયા છે. હવે, ‘ઉત્તર રામાયણ’ એટલે કે રામના સંતાનો ‘લવ કુશ’ પર આધારિત એપિસોડ બતાવવામાં આવશે. રામાનંદ સાગરની આ સિરિયલમાં લવની ભૂમિકા મયુરેશ ક્ષત્રદે તથા કુશની ભૂમિકા સ્વપ્નીલ જોષીએ પ્લે કરી હતી. હાલમાં જ સ્વપ્નીલે સોશિયલ મીડિયામાં શૂટિંગ સમયની તસવીર શૅર કરી હતી.

એક્ટર સ્વપ્નીલ જોષીએ સોશિયલ મીડિયામાં લવકુશની તસવીર શૅર કરીને કહ્યું હતું, મારો પહેલો રોલ. ‘રામાયણ’ની સફળતા બાદ હવે ‘લવ કુશ’ એટલે કે ‘ઉત્તર રામાયણ’ 19 એપ્રિલથી ડીડી નેશનલ પર રાત્રે નવ વાગે ટેલીકાસ્ટ થશે. સ્વપ્નીલે રામ બનેલા અરૂણ ગોવિલ તથા સીતા બનેલી દીપિકા ચિખલિયાને ટેગ પણ કર્યાં હતાં. દીપિકાએ પોસ્ટ પર રિપ્લાય કરતા કહ્યું હતું કે જય શ્રીરામ, જેના પર સ્વપ્નીલે જવાબ આપ્યો હતો, માતાજી....પ્રણામ.

https://twitter.com/swwapniljoshi/status/1251443937576804352


સ્વપ્નીલે માત્ર ‘લવ કુશ’માં જ નહીં પણ રામાનંદ સાગરની ‘શ્રીકૃષ્ણા’માં લીડ રોલ પ્લે કર્યો હતો. સ્વપ્નીલે ‘શ્રીકૃષ્ણા’ સિરિયલ કર્યાં બાદ થોડો સમય બ્રેક લીધો હતો. ત્યારબાદ તેણે ‘અમાનત’, ‘દિલ વિલ પ્યાર વ્યાર’, ‘હદ કર દી’, ‘ભાભી’, ‘દેશ મેં નિકલા હોગા ચાંદ’, ‘હરે કાંચ કી ચૂડિયાં’ વગેરે સિરિયલમાં કામ કર્યું હતું. સ્વપ્નીલ મરાઠી ફિલ્મમાં પણ કામ કરે છે. તેણે ‘ગુલામ-એ-મુસ્તફા’, ‘મિતવા’, ‘વેલકમ જિંદગી’, ‘તૂ હી રે’ જેવી ઘણી ફિલ્મમાં કામ કર્યું છે.

સિરિયલમાં લવની ભૂમિકા ભજવનાર મયૂરેશ હાલમાં ન્યૂ જર્સીમાં છે. તે એક પ્રાઈવટ ફર્મમાં સીઈઓ તરીકે કામ કરે છે.

Next Story