રાજકોટ : 13 ફેબ્રુઆરીના રોજ કન્હૈયા કુમાર, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી રેલી કાઢી સભા સંબોધશે.

New Update
રાજકોટ : 13 ફેબ્રુઆરીના રોજ કન્હૈયા કુમાર, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી રેલી કાઢી સભા સંબોધશે.

રાજકોટ આગામી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ રાજકોટના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરી એક વખત સક્રિય થયા છે. આગામી લોકસભાની ચૂંટણી પહેલા ઈન્દ્રનીલ રાજ્યુગુરૂ રેલી રૂપે શક્તિ પ્રદર્શન કરશે.

ઈન્દ્રનીલ રાજ્યગુરૂની આગેવાનીમાં 13 ફેબ્રુઆરીએ રેલી રૂપે શક્તિ પ્રદર્શનનું આયોજન કરાશે. CBI, EC, RBI સહિતની સંસ્થાઓને ભાજપે ખત્મ કર્યા હોવાના આક્ષેપ સાથે ઈન્દ્રનીલ રાજ્યગુરૂની આગેવાનીમાં રેલી યોજાશે. સંવિધાન બચાવો, દેશ બચાવોની રેલીનુ ઈન્દ્રનીલ રાજ્યગુરૂની આગેવાનીમાં આયોજન કરાશે. આ રેલીમાં જીગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ, કન્હૈયા કુમાર, સ્વામી ચક્રપાણી સહિતના અગ્રણીઓ હાજર રહેશે. આ રેલી બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ તમામ અગ્રણીઓને સભા પણ સંબોધશે.

Latest Stories