રાજકોટ : કુંડલિયા કોલેજમા લેઈટ ફિના નામે ઉઘાડી લૂંટ કરાતી હોવાનો વિડીયો થયો વાઈરલ

New Update
રાજકોટ : કુંડલિયા કોલેજમા લેઈટ ફિના નામે ઉઘાડી લૂંટ કરાતી હોવાનો વિડીયો થયો વાઈરલ

રાજકોટના કુંડલિયા કોલેજ વિવાદમા ફસાય છે. કુંડલિયા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસે લેઈટ ફિ ના નામે ઉઘાડી લૂંટ ચલાવવામા આવી રહી હોવાનો એક વિડીયો વાઈરલ થવા પામ્યો છે. જે વિડીયો મુદ્દે કોલેજના પ્રિન્સિપાલ સહિતના સંચાલકોએ મૌન સેવ્યુ હતું.

તો બીજી તરફ વિડીયો બનાવનાર હર્ષિત જાની નામના યુવાને કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા જણાવ્યુ હતુ કે મારા મિત્ર પાસેથી કોલેજના સંચાલકે પહેલા 5હજાર લેઈટ ફિની માંગણી કરી હતી. ત્યારબાદ રકઝક કરતા 2 હજાર રૂપિયામા સમાધાન થતા મારા મિત્રએ 2 હજાર લેઈટ ફિ અને 1હજાર રૂપિયા સત્ર ફિ ભરી હતી. જે બાબતનો અમે વિડીયો પણ બનાવ્યો છે. જેમા અમે કેશીયરને પણ પુછયુ છે કે શા માટે દરેક વિદ્યાર્થી દિઠ લેઈટ ફિ જુદી જુદી લેવામા આવે છે. તો બીજી તરફ આ મામલે કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા પ્રિન્સિપાલ યજ્ઞેશ જોશીએ તમામ વિદ્યાર્થીઓની લેઈટ ફિ પરત આપવાની ખાત્રી આપી છે.

Latest Stories