/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/IMG-20181119-WA0037.jpg)
એક્સિડન્ટ રિસર્ચ સ્ટડી રાજકોટ પુસ્તક કર્યું વિમોચીત
રાજકોટ પોલીસે અકસ્માતમાં મૃત્યુ પાનાર વ્યક્તિઓની યાદમાં તેમના સ્વજનોની હાજરીમાં વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ નિમિતે શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અન્વયે એક પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
આ તકે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર, આર.ટી.ઓ તથા પોલીસ તંત્ર સતત થતા રોડ અકસ્માતો અટકાવવા માટે સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે રોડ સેફ્ટી કાઉન્સીલ દ્વારા જીવલેણ અકસ્માતની તપાસ કરવામાં આવશે. જેમાં પોલીસ કર્મચારી, આર.ટી.ઓ અધિકારી તથા મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓ જોડાશે. જેના દ્વારા એ ૫ણ જાણી શકાશે કે આ અકસ્માત નિવારી શકાયો હોત કે કેમ? જેના આધારે ભવિષ્યમાં અકસ્માતો અટકાવવા અંગે સચોટ ૫ગલા લઈ શકાશે. રાજકોટ શહેર પોલીસ દ્વારા એક્સિડન્ટ રિસર્ચ સ્ટડી રાજકોટ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટમાં શનિવાર રવિવાર તથા બુધવારના દિવસે સાંજે 7 થી 10 વાગ્યાના સમયમાં મહત્તમ અકસ્માતો થયાનો ઉલ્લેખ છે. આ ઉપરાંત, મહત્તમ અકસ્માતોમાં 21થી 30 વર્ષ અને 31થી 40 વર્ષના લોકોનો સમાવેશ થાય છે.
ત્યારે પોલીસ કમિશનરે કનેક્ટ ગુજરાતની સાથેની વાતચીતમાં રાજકોટની જનતાને અપીલ કરી હતી કે ટુ વહીલર વાહન ચલાવતી વખતે વાહન ચાલકો માથામાં હેલમેટ પહેરવાનું રાખે તો સાથે જ ફોર વહીલ ચલાવતા વાહન ચાલકો સીટ બેલ્ટ બાંધવાનું અવશ્ય રાખે. જેથી શક્ય તેટલા અકસ્માતો નિવારી શકાય