રાજકોટ : પ્રતિબંધીત પ્લાસ્ટીક મળશે તો 1 હજારથી લઈ 2લાખ સુધીનો દંડ ફટાકરાશે

New Update
રાજકોટ : પ્રતિબંધીત પ્લાસ્ટીક મળશે તો 1 હજારથી લઈ 2લાખ સુધીનો દંડ ફટાકરાશે

50 માઈક્રાેનથી આેછું પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવ્યે રૂા.1000થી 2 લાખનો દંડ

રાજકોટ મહાનગર પાલિકામાં આજરોજ બપોરે 12 કલાકે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમા મુખ્ય એજન્ડાની 42 દરખાસ્તો ઉપરાંત ત્રણ અરજન્ટ બિઝનેસ દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016 અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા હદ વિસ્તાર માટે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ બાયલોઝ મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ શહેરમાંથી 50 માઈક્રાેનથી આેછું પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવ્યે રૂા.1000થી 2 લાખ સુધીનો દંડ કરવાની જોગવાઈઆે સવાર્નુમત્તે મંજૂર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ મનપા દ્વારા આગામી તા.1લી ડિસેમ્બરથી શહેરની હોટેલ અને રેસ્ટોરન્ટસ માંથી કચરો સ્વીકારવામાં નહી આવે તેવી મહત્ત્વપૂર્ણ જાહેરાત અગાઉ કરી દેવામા આવી છે. તેમજ તે માટે ‘આેન સાઈટ પ્રાેસેસિંગ’ પણ ફરજિયાત કરવાની જાહેરાત પણ કરી દેવામા આવી છે. જેનો સીધો મતલબ છે કે તારીખ 1લી ડિસેમ્બરથી હોટેલ-રેસ્ટોરન્ટમાંથી નીકળતાં કચરાનું પ્રાેસેસિંગ પણ જે તે હોટેલ અને રેસ્ટોરન્ટે જકરવાનું રહેશે. તેમજ જો ભવિષ્યમા આ નિર્ણયની અમલવારી નહી કરતા હોટલ, રેસ્ટોરન્ટસ અને હોસ્ટેલ્સ દ્વારા કરવામા નહી આવે તો દંડની કાર્યવાહી પણ કરવામા આવશે.

Latest Stories