/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/Untitled-1-copy.JPG-5.jpg)
હોસ્પિટલમાં લઈ જવાતાં યુવતી હોંશમાં આવી, પૂછપરછ માટે પોલીસ સાથે લઈ ગઈ
રાજકોટના રેલ નગર વિસ્તારમાં આવેલી આવાસ યોજનાના ખુલ્લા મેદાનમાં એક યુવતી બેહોશ હાલતમાં મળી આવી હતી. યુવતીની હાલત જોતાં તેની સાથે અઘટિત કૃત્ય ઘટ્યું હોવાનું અનુમાન સ્થાનિક લોકોએ લગાવ્યું હતું. જેમણે પોલીસ અને 108ને જાણ કરતાં સ્થળ પર દોડી આવ્યા હતા.
રેલ નગરમાં આવેલી શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપ સામે આવેલાં મેદાનમાં ટીશર્ટ અને જીન્સ પેન્ટ પહેરેલી યુવતી બેહોશ હાલતમાં પડી હતી. સવારે 7 વાગ્યાના આરસમાં યુવતી પડી હોવાની વાત આસપાસ ફેલાઈ ગઈ હતી. જોત જોતામાં લોકોના ટોળા એકત્ર થયા હતા. આસપાસના જાગૃત નાગરિકોએ 108 અને પોલીસ ને જાણ કરી હતી. થોડા સમયમાં 108 આવી પહોંચી અને બેહોશ યુવતીની તપાસ કરી હતી. જેમાં યુવતીના શ્વાસ ચાલતા હોવાનું જણાયું હતું.
યુવતી જીવિત હોવાનું જણાતા લોકોએ રાહત અનુભવી હતી. જોકે ત્યાં સુધીમાં પોલીસ પણ આવી પહોંચી હતી અને યુવતીને દવાખાને લાઇ જવામાં આવતા બેહોશ યુવતી ભાનમાં આવી ગઈ હતી. પોલીસે યુવતીની પૂછપરછ કરતાં તે રૂખડીયા વિસ્તારમાં રહેતી હોવાનું નિવેદન આપ્યું હતું. જોકે યુવતીની હાલત નિહાળી પોલીસ યુવતીને લઈને તેની પાસેથી વિગતો મેળવી હતી. જે હાલતમાં યુવતી મળી આવી હતી તેને લઈને અનેક આશંકાઓ ઉઠતા પોલીસે યુવતીને પૂછપરછ કરવા પોતાની સાથે લઈ ગઈ હતી.