રાજકોટઃ ઝાહીદાને જવું છે તેનાં પરિવાર પાસે, તેની સામે છે આ મુશ્કેલીનો પહાડ

New Update
રાજકોટઃ ઝાહીદાને જવું છે તેનાં પરિવાર પાસે, તેની સામે છે આ મુશ્કેલીનો પહાડ

નારી સંરક્ષણગૃહમાં રહેતી ઝાહીદા મુકબધિર અને નિરક્ષર હોવાથી તેના પરિવરા વિશે જણાવી નથી શકતી

બૉલીવુડની ફિલ્મ બજરંગી ભાઈજાન તો આપ સૌ કોઈએ નિહાળી હશે. જી હા ફિલ્મ બજરંગી ભાઈજાનની મુકબધીર બાળકી એટલે શાહિદા કે જે તેના પરિવારથી વિખૂટી પડી જાય છે. ત્યારબાદ તે પરિવાર સાથે મળવા અનેક મુશ્કેલીનો સામનો કરે છે. જેમાં સોસીયલ મીડિયા અને ટેલિવિઝન મીડિયાની મદદથી આખરે તેનું તેના પરિવાર સાથે મિલન થાય છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટનો આ કિસ્સો છે મુકબધીર ઝાહીદાનો.

મુકબધીર ઝાહીદાની કરુણ કહાની એ છે કે તેનો પરિવાર તો છે પણ તે કહી નથી શક્તિ નથી. નિરક્ષર હોવાથી લખી પણ શકતી નથી. સાંકેતિક ભાષામાં કહે છે મારે ઘરે જવું છે. કહેવાય છે કે , પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ કરતા પણ જે બોલી અને સાંભળી શકતા નથી તેની હાલત વધુ કરુણ હોય છે. તેમાં પણ જો મુકબધીર વ્યક્તિ નિરક્ષર હોય અને તે જયારે પરિવારથી વિખુટી પડી જાય તો તેની જિંદગી અતિ મુશ્કેલી માં મુકાઈ જતી હોય છે.

રાજકોટ માં આવી જ એક મુકબધીર અને નિરક્ષર યુવતી છેલ્લા 10 માસ થી રાજકોટ ના નારી સંરક્ષણ ગૃહ માં રહે છે. તારીખ 8 સપ્ટેમ્બર 2017 ના રોજ રાજકોટ તાલુકા પોલીસ મોરબી રોડ પર પેટ્રોલિંગ માં હતી એ સમયે આશરે 30 વર્ષીય યુવતી મળી આવી હતી. પોલીસ ને જે સમયે આ યુવતી મળી ત્યારે તેની પાસેથી એક બેગ હતી જેમાં એક ચીઠી હતી અને તેમાં તેનું નામ ઝાહીદા હોવાનું જોવા મળ્યું હતું.. મુકબધીર હોવાથી પોલીસે તેને રાજકોટ ના યાજ્ઞિક રોડ પર આવેલ નારી સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 3 વર્ષથી રાજકોટ જિલ્લા ખાતે નારી સંરક્ષણ ગૃહ શરૂ કરવામાં આવ્યું છે જેમાં પરિવાર થી વિકુઠી પડેલ યુવતીઓ અને મહિલાઓ ને રાખવામાં આવે છે જ્યાં તેને રહેવા જમવા ની સુવિધા સાથે પગભર થવા માટે ખાસ તાલીમ પણ આપવામાં આવે છે.. રાજકોટ નારી સંરક્ષણ ગૃહ માં ઝાહીદા નું મેડિકલ ચેકઅપ કરાવી બાદમાં મુકબધીર સાંકેતિક ભાષાના નિષ્ણાંત ની મદદ લઇ તેની સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.. સાંકેતિક ભાષા માં સંવાદ કરતા તેવું માલુમ થયું હતું કે તે પોતે એક બહેન સાથે રહેતી હતી અને તેને 3 બાળકો છે તેને છોડી તે પોતે બારીમાંથી કૂદકો મારી નાસી ગઈ હતી.. હવે તે પોતે સાંકેતિક ભાષા માં જણાવે છે કે તેને તેના પરિવાર પાસે અને બાળકો પાસે જવું છે..

પ્રોટેક્શન ઓફિસર જનકસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, નારી સંરક્ષણ ગૃહમાં કોઈ યુવતી કે મહિલા કે જે નારી સંરક્ષણ ગૃહ માં રહેતી હોય છે. બાદમાં જયારે તેનું પરિવાર સાથે મિલન થાય તો આખરે તેને પરિવાર પાસે મોકલી આપવામાં આવે છે. નારી સંરક્ષણ ગૃહમાંથી કોઈ મહિલા પોતાના પરિવાર પાસે જવા વિદાય લે છે. ત્યારે આ ઝાહીદા ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. કારણકે તેને પણ પોતાના પરિવારને મળવું છે. પરંતુ વિકલાંગતા અને નિરક્ષરતા તેના માટે વિઘ્ન બની રહી ગયા છે.

Latest Stories