/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/IMG-20180628-WA0090.jpg)
શહેરમાં પ્લાસ્ટીક બેન મૂકવામાં આવતાં સૌથી પહેલા પાણીની પાઉચ બંધ કરાયા હતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના પાઉચ બાદ પ્લાસ્ટીકના ચા ના કપ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મનપા કમિશ્નર બંચ્છાનીધી પાની દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પ્રતિબંધને લઇને શહેરના અનેક સ્થળો પર મનપા કમિશ્નરના આદેશ બાદ ચા ના કપને લઇને દરોડા પાડવામા આવ્યા છે.
શહેરના મવડી ચોક, સૌરઠીયાવાડી અને કોઠારીયા રોડ પરથી મોટા પ્રમાણમા પ્લાટીકના કપ જપ્ત કરવામા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ મનપા કમિશ્નર તરીકે વિજય નહેરા હતા ત્યારે પણ પ્લાટીકના કપ પર પ્રતિબંધ ફરમાવવામા આવ્યો હતો. ફરી એકવાર પ્રતિબંધ ફરમાવવામા આવ્યો છે. શહેર પ્લાસ્ટીક મુક્ત બને અને લોકોના આરોગ્યને ધ્યાનમા રાખીને આ મહત્વપુણૅ નીણૅય લેવામા આવ્યો છે. શહેરજનો એવુ ઇરછી રહ્યા છે કે મનપા આવા સારા નીણૅય કરે તે સારી બાબતે છે પણ બાદમા કડક અમલવારી થાય તે પણ જરુરી છે.
મનપાનાં કમિશ્નર બંચ્છાનિધી પાનીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, રાજકોટમાં અગાઉ પીવાના પાણીના પાઉચ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ત્યારે લોકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને હવે ચા માટે વપરાતા પ્લાસ્ટીક કપ પર પ્રતિબંધ લાદવામા આવ્યો છે. પ્લાસ્ટીકના કપની જગ્યાએ પેપર કપ અથવા તો ઈકોફ્રેન્ડલી કપનો ઉપયોગ ચા વેચનારાઓ અપનાવે તેવો મહાપાલિકાનો હેતુ છે.