રાજપીપળા:એનસીસી દ્વારા રાષ્ટ્રીય કક્ષાના વિરાટ ટ્રેક કેમ્પનું કરાયું આયોજન 

New Update
રાજપીપળા:એનસીસી દ્વારા રાષ્ટ્રીય કક્ષાના વિરાટ ટ્રેક કેમ્પનું કરાયું આયોજન 

નેશનલ કેડેટ કોર, જે એનસીસીના ટૂંકા નામે પણ ઓળખાય છે, તે ભારતના યુવાનો માટે સતત વિવિધ પ્રવૂત્તિઓનું આયોજન કરે છે. આ અંતર્ગત,રાષ્ટ્રીય કક્ષાના એક વિરાટ ટ્રેક કેમ્પનું આયોજન ગુજરાત ડિરેક્ટરેટ દ્વારા કરાયું છે. જેનું સંચાલન બરોડા ગ્રુપ દ્વારા તા. ૨૮ નવેંબરથી ૧૪ ડિસેમ્બર સુધી કરવામાં આવેલ છે. જેમાં ગુજરાતની પાંચમી એનસીસી બટાલિયનના કમાંડિંગ ઓફિસર કર્નલ એસ. ફ્રાન્સિસ કાર્યરત છે.

કેમ્પનું નામ સરદાર પટેલ નેશનલ ટ્રેક હોઇ સંક્ષિપ્તમાં તે એસપીએનટી તરીકે પણ ઓળખાય છે. દિલ્હી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તૈલંગાણા, કર્ણાટક, ગોવા, પંજાબ, હરિયાણા, હિમાચલ અને ચંડિગઢથી સો સો કેડેટ્સ અને ગુજરાતથી બસો કેડેટ્સ આ કેમ્પમાં ભાગ લેશે. આ કેમ્પના બેઇઝ કેમ્પનું સ્થળ એનીસી લીડરશીપ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જીતનગર રાજપીપળા ખાતે રાખવામાં આવ્યું છે.

રાષ્ટ્રને અનેક રજવાડાઓ જોડીને એક કરનાર સરદાર વલ્લભભાઇ પટેલ સમા લોહપુરુષનું નામ સંકળાયેલ હોય તેવા આ કેમ્પમાં રાષ્ટ્રના વિભિન્ન રાજ્યોમાંથી આવેલા જવાનો શારીરિક ચુસ્તી, સાહસિકતા અને રાષ્ટ્રીય એકાત્મતાના પાઠ શિખશે. પ્રથમ બેચને ફલેગ ઓફ કરાવવાનું કાર્ય ગુજરાત એનસીસી ડિરેકટરેટના એડિશનલ ડાયરેકટર જનરલ તરીકે પ્રવૃત્ત મેજર જનરલ રોય જોસેફના વરદ હસ્તે તા. ૩૦ નવેમ્બરના રોજ થશે.

બીજા બેચને ફલેગ ઓંફ કરાવવાનું કાર્ય વડોદરા એનસીસી ગ્રુપના કમાન્ડર તરીકે પ્રવૃત્ત બ્રિગેડિયર ચરણદાપસિંડ, કે જેઓ સેના મેડલ ધારક છે, તેઓના વરદ હસ્તે તા.૯ ડિસેમ્બરના રોજ થશે. આ શિબિરમાં વિશ્વની સહુથી ઉચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતનો કાર્યક્રમ પણ આયોજિત કરાયો છે.

આ કેમ્પ દરમિયાન ભારતના એક વિરાટતમ પ્રોજેકટ નર્મદા પરિયોજના ધરાવતા દક્ષિણ ગુજરાતના કેવડિયા અને રાજપીપળા જેવા રમણીય સ્થળો ધરાવતા ઘનઘોર જંગલોમાં ટ્રેકંગ દરમિયાન એનસીસી કેડેટ્સ રમણ ભ્રમણ કરશે અને પર્યાવરણ અંગે જાગૃતતા કેળવવાની સાથે સાથે આ વિસ્તારની તેમજ ભારતના ભિન્ન ભિન્ન વિસ્તારોની સંસ્કૃતિ અંગે માહિતી મેળવશે.

Latest Stories