રાજપીપલાના સફાઈ કામદારો સાથે થઈ રહેલ અન્યાય સામે લડત આપવા આજરોજ ભરૂચ સમસ્ત વાલ્મિકી સમાજ સેવા વિકાસ વેલ્ફેર ટ્રસ્ટનાં સભ્યો આજે રાજપીપલા ખાતે પહોંચ્યા હતા.
રાજપીપલામાં વાલ્મિકી સમાજના સફાઇ કામદારોના પાયા પ્રશ્ર્નોને લઈ છેલ્લા ઘણા વર્ષોથી તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. જેને લઈ રાજપીપલાના વાલ્મિકી સમાજના સફાઇ કામદારોએ ભરૂચ સમસ્ત વાલ્મિકી સમાજ સેવા વિકાસ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ કિરણ સોલંકી અને ધર્મેશ મહિડા, ધર્મેશ સોલંકી, સુનિલ સોલંકી નાઓને આપવીતી જણાવેલ જેના અનુસંધાનમાં આજ રોજ ભરૂચ સમસ્ત વાલ્મિકી સમાજ સેવા વિકાસ વેલ્ફેર ટ્રસ્ટની ટીમ રાજપીપલા ખાતે પહોંચી હતી. રાજપીપલાના સફાઈકામદારોને સાથે રાખી નગર પાલિકાના ચીફ ઓફિસર હેમેન્દ્ર શાહને મળી સફાઈ કામદારોના પાયા પ્રશ્નોને લઈ આક્રમક રજૂઆત કરી હતી. ચીફ ઓફિસર દ્વારા સફાઈકામદારોના પ્રશ્નોને સાંભળીને ચોક્કસપણે આનો નિર્ણય સફાઈ કામદારોના હિતમાં વહેલી તકે લાવવાના પ્રયત્નો કરીશું. જે બાબતની લેખિતમાં બાંહેધરી આપી હતી.
રાજપીપલાના સફાઇકામદારોના જણાવ્યા અનુસાર, આટલા વર્ષોમાં પેહલી વાર કોઈ સંગઠન અમારી પડખે ઊભું રહ્યું છે. અમારા પાયાના પ્રશ્નોને વાચા અપાવી છે. પેહલી વાર રાજપીપળા નગરપાલિકના મુખ્ય અધિકારીએ સફાઈકામદારોના પ્રશ્નોને શાંતિ પૂર્વક સાંભળી લેખિતમાં બાંહેધરી આપી છે.