વડોદરાઃ અકોટા ગામમાં પાણી ભરાતા બેટમાં ફેરવાયું, તરાપાના સહારે શાળાના બાળકો

New Update
વડોદરાઃ અકોટા ગામમાં પાણી ભરાતા બેટમાં ફેરવાયું, તરાપાના સહારે શાળાના બાળકો

નિચાણ વાળા વિસ્તારમાં વસેલા ગામમાં છેલ્લા 6 વર્ષથી પાણી ભરાઈ જવાની સમસ્યા

વડોદરા શહેરમાં છેલ્લા 10 કલાકથી પડી રહેલા વરસાદે ફરી વાર પાલિકાની પોલ ખોલી છે. જેમાં શહેરના અકોટા ગામમાં પાણી ભરાઈ જતા સમગ્ર ગામ બેટ માં ફેરવાઈ ગયું છે. ચાર કલાકથી પાણી ભરાઇ જતા શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ તરાપામાં જવાની ફરજ પડી હતી.

વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લાબે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે અનેક સ્થળે નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં વડોદરા શહેરના અકોટા ગામમાં પાણી ભરાઈ જતા સમગ્ર ગામ બેટમાં ફેરવાયું હતું. નિચાણ વાળા વિસ્તારમાં વસેલા ગામમાં છેલ્લા 6 વર્ષથી પાણી ભરાઈ જવાની સમસ્યા છે. વારંવાર ની રજૂઆતો છતાંય પાલિકા દ્વારા પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે.

આજે સવારથી જ વરસાદના કારણે ટાપુ બની ગયેલા ગામમાં બાળકોએ શાળાએ જવા માટે તરાપાનો ઉપયોગ કરવો પડ્યો હતો. જ્યારે કેટલાક ઘર અને રસ્તામાં કમરથી ઉપર સુધી પાણી ભરાઈ જતા લોકોને ભારે નુકશાન થયું હતું. લોકોના વાહનો પણ પાણીમાં ગરકાવ થયા હતા. જ્યારે આવી વિકટ પરિસ્થિતિમાં પણ પાલિકાના કોઈ અધિકારી જોવા શુદ્ધા ફરક્યા નહોતા.

Latest Stories