વડોદરાઃ દુમાડ ચોકડી પાસે રેતી ભરેલા ડમ્પરની અડફેટે એક્સ આર્મીમેનનું મોત

New Update
વડોદરાઃ દુમાડ ચોકડી પાસે રેતી ભરેલા ડમ્પરની અડફેટે એક્સ આર્મીમેનનું મોત

નેશનલ હાઈવે ઉપર અવાર નવાર થઈ રહેલા અકસ્માતોને લઈ સ્થાનિક રહિશો વિફર્યા હતા

વડોદરાનજીકથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર દુમાડ ચોકડી પાસે એક્સ આર્મીમેનનું રેતી ભરેલા ડમ્પરની અડફેટે મોત નિપજ્યું હતું. અહીં વારંવાર થઈ રહેલા અકસ્માતોને પગલે સ્થાનિર લોકો વિફર્યા હતા. જોકે તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.publive-imageવડોદરા નજીક દુમાડ ચોકડી પાસે આજરોજ દુમાડ ગામનાં રહિશ ભરત સોલંકી કોઈ કામ અર્થે હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન એખ રેતી ભરેલા ડમ્પરનાં ચાલકે તેમને અડફેટે લેતાં ગંભીર ઈજાને પગલે સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ભરત સોલંકી એક્સ આર્મીમેન હતાં. તેઓ હાલમાં આઈઓસીએલ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. અહીં અવાર નવાર અકસ્માતો થતા હોવાથી સ્થાનિક લોકો વિફર્યા હતા. જોકે તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ થાળે પાડી હતી. હાલ પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories