/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/fire4.jpeg)
ગેલ ઈન્ડીયા અને વડોદરાના બે ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
આગના બનાવમાં કોઈ જાનહાની નોંધાઈ નથી
વડોદરાની વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી પરમાર પ્લાસ્ટિકની કંપનીમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગવાના કારણે કંપનીમાં રાખેલ પ્લાસ્ટિકનો લાખો રૂપિયાનો સમાન બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. બનાવ અંગે કંપની સત્તાધિશોએ ગેલ ઈન્ડીયા તેમજ વડોદરા ફાયર ફાયટરોને જાણ કરતા ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના વાઘોડિયા જીઆઈડીસીમાં પરમાર પ્લાસ્ટિક નામની કંપની આવેલી છે. કંપનીમાં કોઈ કારણોસર શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગવાના કારણે કંપનીમાં કામ કરતા કર્મીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. આગના બનાવના પગલે કંપનીમાં રાખેલ પ્લાસ્ટિકનો સમાન બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. ઘટના અંગે સત્તાધીશો દ્વારા ગેલ ઈન્ડીયા તેમજ વડોદરા ફાયર ફાયટરને જાણ કરવામાં આવી હતી.
ફાયર ફાયટરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસો હાથ ધર્યા હતાં. ફાયર ફાયટરોની અઢી કલાકની જહેમત બાદ આગ પર સંપૂણ પણે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગના કારણે કંપનીમાં રાખેલ તમામ પ્લાસ્ટિકનો સામાન બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. આગના બનાવ અંગે કોઈ જાનહાની ન થઈ હોવાના સમાચાર સાંપડી રહ્યા છે.