/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/dreamstime_l_4671381-1.jpg)
૧૦૦ કરોડના ખર્ચે ૬૦૦ કિમી લાઈનનુ અન્ડરગ્રાઉન્ડ નેટવર્કિંગ
વધતી જતી વીજ માંગને ધ્યાનમાં લઈ ૮ કરોડના ખર્ચે ૧૬૦૦ જેટલા નવા ટ્રાન્સફોર્મર લગાવાયા
વડોદરા શહેરમાં ૧૧ કેવીની હાઈટેન્શન લાઈન અન્ડરગ્રાઉન્ડ કરવાની ૯૦ ટકા કામગીરી પુરી થઈ ગઈ છે. અત્યાર સુધીમાં રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે ૬૦૦ કિલોમીટર લંબાઈની ઓવરહેડ હાઈટેન્શન લાઈન્સને અન્ડરગ્રાઉન્ડ નેટવર્કમાં ફેરવવામાં આવી છે.
મધ્ય ગુજરાત વીજ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા અઢી વર્ષમાં કેન્દ્ર સરકારની ઈન્ટિગ્રેટેડ પાવર ડિસ્ટ્રિબ્યુશન સ્કિમ તેમજ ડિસ્ટ્રિબ્યુશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર શિફ્ટિંગ સ્કિમ હેઠળ વડોદરાના વીજ માળખામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે.જેના ભાગરૂપે વડોદરામાં અત્યાર સુધી ઓવરહેડ પસાર થતી ૧૧ કેવીની હાઈટેન્શન વીજ લાઈનોને અન્ડરગ્રાઉન્ડ નાંખવાની કામગીરી લગભગ પૂર્ણતાના આરે છે.
હવે માત્ર કેટલાક સોસાયટી વિસ્તારો અને પ્રાઈવેટ જગ્યાઓ પરથી પસાર થતી કેટલીક લાઈનોનુ અન્ડરગ્રાઉન્ટ નેટવર્કિંગ બાકી રહ્યુ છે.આ ઉપરાંત વીજ નેટવર્કના વિસ્તરણના ભાગરૂપે ૧૦૦ કિલોમીટરની નવી હાઈટેન્શન લાઈન અન્ડરગ્રાઉન્ડ નાંખવામાં આવી છે.
સૂત્રોના કહેવા પ્રમાણે શહેરમાં વીજ માંગને પહોંચી વળવા માટે ૮ કરોડના ખર્ચે ૧૬૦૦ જેટલા નવા ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યા છે.જેના થકી ૨૫ મેગાવોટની ક્ષમતાનો ઉમેરો થયો છે.છેલ્લા બે વર્ષમાં ૮૧૦૦૦ જેટલી જર્જરિત સર્વિસ લાઈન અને ૧.૮૬ લાખ જુના ખામીયુક્ત વીજ મીટરો પણ બદલવામાં આવ્યા છે.