વરસાદને કારણે માણાવદરના ગામે અંદાજે ૧૦૦૦ વિઘા જમીનનું ધોવાણ !

New Update
વરસાદને કારણે માણાવદરના ગામે અંદાજે ૧૦૦૦ વિઘા જમીનનું ધોવાણ !

તમામ જમીનમાં વાવેતર કરેલ મગફળી તેમજ કપાસ સહીતના બિયારણનું સંદતર ધોવાણ થઇ ચુક્યુ છે.

અમુક વિસ્તારના ખેતર હજુ પણ બેટ જેવા

માણાવદર તાલુકાનું ગણા ગામ જયા ભાદર અને ઓસમ ડુંગરમાંથી આવતી ધુધવી નદીના પાણીએ ભારે તારાજી સર્જી છે. અહીં ગ્રામજનોના અંદાજે એક હજાર વિઘા જમીનનું સદંતર ધોવાણ થઇ ગયુ છે.તમામ જમીનમાં વાવેતર કરેલ મગફળી તેમજ કપાસ સહીતના બિયારણનું સંદતર ધોવાણ થઇ ચુક્યુ છે. ત્યારે ખેડૂતોની મુશ્કેલી અતિ દયનિય બની ચુકી છે. ગણા ગામની અમુક જમીનોનુ બે બે ફૂટનું ધોવાણ થતા ખેડૂતો આ જમીનમાં પાછી ભરતી કરવાની પણ મુસીબતમા મુકાયા છે. જયારે અમુક વિસ્તારના ખેતર હજુ પણ બેટ જેવા છે.

ખેતરમાંથી પાણી ન ઉતરતા ખેડૂતો પાણી ઉતરવાની રાહ જોઇને બેસી રહ્યાં છે. જયારે જમીનોના ધોવાણની સાથે સાથે રસ્તાઓ પણ ધોવાઈ ગયેલ છે. જેથી હાલમાં અમુક રસ્તાઓની ઉપર સાઇકલ પણ ન ચાલે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે, અને રસ્તાઓના ધોવાણની સાથે સાથે જીઇબીના પોલો પણ ઘરાસાઇ થયેલા જોવા મળી રહ્યાં છે. ત્યારે ખેડૂતો પંચાયત પાસે જઇ સરકાર સહાય કરે તેવી માંગણી કરી રહ્યાં છે.

હાલ ખેડૂતો સહાય માટે સરકાર પાસે કરગરી રહ્યાં છે. ત્યારે માણાવદર તાલુકામાં સૌથી મોટી તારાજી થઇ છે. ગણા ગામે તાલુકા વિકાસ અધિકારી આર.વી. માણાવદરીયા તેમજ જિલ્લા ડેપ્યુટી ડીડીઓ મામલતદાર સહીતના અધિકારીઓએ તાત્કાલિક મુલાકાત કરી હતી. ડેપ્યુટી ડીડીઓએ સર્વે માટે જુદી જુદી ટીમો બનાવી છે. તેમજ સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. ખેડૂતોની વ્યથા તો તંત્રએ સાંભળી પરંતુ રસ્તાનુ ધોવાણ થતા હાલ આ ગામે બસ બંધ હોવાથી વિધાર્થીઓને મુશ્કેલી ભોગવવી પડે છે.

Latest Stories